- અંકલેશ્વરના અમરતપુરા પાટિયા પાસે
- અજાણ્યા વાહનચાલક અકસ્માત સર્જી ફરાર, પોલીસ મથકે ગુનો દાખલ થતા પોલીસની તપાસ
અંકલેશ્વર થી ભરૂચ જતા નેશનલ હાઈવે-૪૮ પર અમરતપુરા પાટિયા પાસે ગઈકાલે રાત્રે સાડા આઠથી પોણા નવ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અહીં ફરજ પર રહેલા એલ.આર.પી.ઓ. કોન્સ્ટેબલ અરવિંદ અવચળને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લીધા હતા.ટક્કર એટલી જોરદાર હતી કે કોન્સ્ટેબલને ગંભીર ઈજા થતા તેમનુ ઘટના સૃથળે જ મોત થયુ હતુ.સૃથળ પર હાજર ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે કોન્સ્ટેબલ અરવિંદભાઈ હાઈવે પર રસ્તાના ડિવાઈડર પાસે ઇજાગ્રસ્ત શ્વાન વિશે જીવદયા સંસૃથાને જાણ કરી રહ્યા હતા.
તે દરમ્યાન ઝડપથી આવતી ગાડી તેમને આૃથડાઈ અને ઘટના બાદ ભાગી છૂટી હતી.મૃત કોન્સ્ટેબલ મૂળ બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા ગામના વતની હતા અને છેલ્લા ૩ વર્ષથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી હિટ એન્ડ રન કેસની તપાસ શરૂ કરી છે.પોલીસ હવે હાઈવે પર આવેલ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરી રહી છે. થોડા દિવસો અગાઉ અંકલેશ્વર પાનોલી વચ્ચે હાઇવે ઉપર ફરજ દરમ્યાન ટ્રાફિક પોલીસ કર્મચારીનુ પણ હિટ એન્ડ રન કેસમાં અકસ્માતે મોત નીપજ્યુ હતુ.


