વડોદરામાં 24 બાંગ્લાદેશી પકડાયા હતા,70 શકમંદોની તપાસ કરી પોલીસની ટીમ પરત ફરી
વડોદરાઃ વડોદરામાંથી મળી આવેલા ૭૦ જેટલા શંકાસ્પદ બંગાળીઓની તપાસ માટે બાંગ્લાદેશના બોર્ડર વિસ્તારના ગામોમાં ત પાસ કરવા ગયેલી ટીમ પરત ફરી છે.
વડોદરામાં બાંગ્લાદેશીઓની તપાસ માટે શહેર પોલીસની ટીમો દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.જે દરમિયાન બે હજાર થી વધુ લોકોને તપાસવામાં આવ્યા હતા અને કુલ ૨૪ બાંગ્લાદેશીઓને શહેર પોલીસે ઉભા કરેલા ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા.
પોલીસને ૭૦ જેટલા શકમંદો પણ મળ્યા હતા.જેમની પાસે બાંગ્લાદેશની બોર્ડર વિસ્તારના ગામોના પુરાવા મળી આવતાં વડોદરા પોલીસની એક ટીમને આ ગામોમાં મોકલવામાં આવી હતી.
આ ટીમે બંગાળ પોલીસની મદદ લઇ એક સપ્તાહ સુધી જુદાજુદા ગામોમાં તપાસ કરી પરત ફરી છે.વડોદરા પરત ફરેલી ટીમ દ્વારા ટૂંકા સમયમાં જ પોલીસ કમિશનરને વિગતવાર રિપોર્ટ સુપરત કરવામાં આવશે.જો કેપ્રાથમિક તપાસમાં શકમંદોમાં કોઇ બાંગ્લાદેશી હોય તેવી માહિતી મળી નથી.