Gujarat
18વર્ષથી ફરાર આરોપીને શોધવા પોલીસ પંજાબ ગઇ અને વડોદરામાંથી પકડાયો
By GS TEAM
15 Dec 20251 min read

વડોદરાઃ જુદાજુદા રાજ્યોમાં આરોપીઓને શોધવા જતી વડોદરા પોલીસને એક કિસ્સામાં લાંબો ફેરો ખાવો પડ્યો છે.કારણ કે જે આરોપીને પોલીસ શોધતી હતી તે વડોદરામાં જ હતો.
વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૦૭માં નોંધાયેલા ચોરીના એક ગુનામાં પંજાબના અમૃતસર પાસેના ચાંચવલી ગામના પ્રગટસિંગ દર્શસિંગ જાટનું નામ ખૂલતાં પોલીસ તેને શોધી રહી હતી. થોડા સમય પહેલાં પોલીસ પંજાબ તેના ઘેર પહોંચી ત્યારે જાણ થઇ હતી કે આરોપી તો વડોદરામાં જ છે.જેથી પોલીસે વડોદરા આવી વોચ રાખીને રણોલી બ્રિજથી પદમલા જવાના રસ્તા પરથી આરોપીને ઝડપી પાડયો હતો.








