ગુજસીટોકના ગુનાની તપાસ માટે પોલીસની ટીમ એમ.પી. રવાના
આરોપી જુબેર મેમણના આશ્રયસ્થાનો અને આર્થિક વ્યવહારની તપાસ
વડોદરા,શહેરમાં દારૃની હેરાફેરી કરતી ટોળકીના ૮ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ ગુનામાં રિમાન્ડ પરના આરોપી જુબેર મેમણના આશ્રયસ્થાનો અને આર્થિક વ્યવહારોની તપાસ પોલીસે શરૃ કરી છે.
વારસિયાના નામચીન બૂટલેગરો વચ્ચે થયેલી ગેંગવોરમાં સંડોવાયેલા આરોપીઓ તથા બૂટલેગરો દ્વારા કરવામાં આવતી દારૃની પ્રવૃત્તિને ધ્યાને લઇ પોલીસે બૂટલેગરો સહિત આઠ સામેગુજસીટોક હેઠળ ગુનો કર્યો હતો. આ ગુનામાં પોલીસે જુબેર મેમણની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. એ.સી.પી. જી.ડી.પલસાણાએ જણાવ્યું છે કે, જુબેરના આશ્રયસ્થાનોની તપાસ માટે પોલીસની ટીમ મધ્યપ્રદેશ તેમજ દાદરા અને નગર હવેલી ગઇ છે. આ કેસમાં સામેલ અન્ય એક આરોપી ધર્મેશ ઉર્ફે ગોલુ ઇન્દ્રકુમાર સચદેવ (રહે. જગદીશ પાર્ક ફ્લેટ, વારસિયા) ની તબિયત ખરાબ હોઇ તેની ધરપકડ હજી થઇ શકી નથી. જ્યારે અલ્પુ સિન્ધી હજી ફરાર છે.