Gujarat

ગેરકાયદે મુસાફરોને લઈ જતા વાહન ચાલકો વિરૂધ્ધ પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી: 22 વાહન જપ્ત

By GS TEAM
2 Oct 20251 min read
TukuTouch Logo
અનઅધિકૃત રીતે પેસેન્જરો બેસાડી હેરાફેરી કરતાં વાહન ચાલકો તેમજ અડચણરૂપ પાર્ક કરતાં વાહન ચાલકો વિરૂધ્ધ પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગેરકાયદે મુસાફરોને લઈ જતા વાહન ચાલકો વિરૂધ્ધ પોલીસ તંત્ર દ્વારા  કાર્યવાહી: 22 વાહન જપ્ત

અનઅધિકૃત રીતે પેસેન્જરો બેસાડી હેરાફેરી કરતાં વાહન ચાલકો તેમજ અડચણરૂપ પાર્ક કરતાં વાહન ચાલકો વિરૂધ્ધ પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વાહનોમાં અધિકૃત સંખ્યાથી વધુ મુસાફરોની સવારી અટકાવવા સારૂં અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરતાં વાહન ચાલકો ઉપર અંકુશ લાવવા તેમજ અકસ્માત અને મૃત્યુદરમાં ઘટાડો લાવવા તા. 01/10/2025ના રોજ એક ખાસ ઝુંબેશનું આયોજન શહેર પોલીસ તંત્ર દ્વારા આજ ધરવામાં આવેલ હતું. ઝુંબેશ દરમ્યાન વડોદરા શહેર ટ્રાફિક શાખા પૂર્વ ઝોનના અધિકારી/કર્મચારીઓ, ટુ વ્હિલર ક્રેઈન, હાઈડ્રા ક્રેઈનની ટીમ બનાવી, અમિતનગર સર્કલ અને માણેકપાર્ક સર્કલ ખાતે નિયત મર્યાદા કરતાં વધુ પેસેન્જર તેમજ અનઅધિકૃત રીતે પેસેન્જરો બેસાડી હેરાફેરી કરતાં વાહન ચાલકો તેમજ જાહેર રોડ ઉપર અડચણરૂપ પાર્ક કરતાં તેમજ અન્ય ટ્રાફિક નિયમોનો ભંગ કરતાં વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ. જેમાં અનઅધિકૃત રીતે પેસેન્જરો બેસાડી હેરાફેરી કરતાં કુલ-6 વાહનો ડિટેઈન કરવામાં આવેલ તેમજ અડચણરૂપ પાર્ક કરેલ કુલ-22 વાહનો જપ્ત કરી, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.