Get The App

જામનગર શહેર અને જીલ્લામાં દિવાળીના તહેવારો બાદ પોલીસ તંત્ર ફરી એક્ટિવ થયું: 'કોમ્બિંગ નાઇટ' સાથે ટ્રાફિક ડ્રાઇવ યોજાઇ

Updated: Oct 25th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર શહેર અને જીલ્લામાં દિવાળીના તહેવારો બાદ પોલીસ તંત્ર ફરી એક્ટિવ થયું: 'કોમ્બિંગ નાઇટ' સાથે ટ્રાફિક ડ્રાઇવ યોજાઇ 1 - image

જામનગર શહેર અને જિલ્લામાં દિવાળી ના તેહવાર બાદ  જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ, અને જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા તેમજ ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક રાજેન્દ્રકુમાર દેવધા ની સુચના થી શહેર-જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં 'કોમ્બિંગ નાઇટ' યોજાઇ હતી. 

જામનગર શહેરના અલગ અલગ વિસ્તારો તેમજ જિલ્લાના તમામ મુખ્ય મથકો પર પોલીસ દ્વારા કોમ્બિંગ નાઈટ નું આયોજન કરવામાં આવ્યું હતું, સાથો સાથ તમામ હાઇવે પરની ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.

જેના અનુસંધાને જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.ચાવડા, પીએસઆઇ એમ.કે.બ્લોચ, પીએસઆઇ ડી.જી.રામાનુજ સહિત સર્વેલન્સ ટીમ દ્વારા પવનચક્કી સર્કલ ખાતે ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને અનેક લોકો પાસેથી કુલ રૂ. 10,800નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.