Gujarat

SMCના દરોડા અને દારૃની બોટલનો હાર પહેરી યુવક પોલીસ ભવન પહોંચતા પોલીસ દોડતી થઇ

By GS TEAM
11 Oct 20251 min read
SMCના દરોડા અને   દારૃની બોટલનો હાર પહેરી યુવક પોલીસ ભવન પહોંચતા પોલીસ દોડતી થઇ

વડોદરાઃ સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા અને દારૃની બોટલનો હાર પહેરીને યુવક પોલીસ ભવન પહોંચવાનો બનાવ ચર્ચાનો વિષય બનતાં પોલીસ દ્વારા દારૃની ઝુંબેશ વધારવામાં આવી હતી.

બે દિવસ પહેલાં છાણી પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રૃ.૬૨ લાખનો દારૃ ભરેલું કન્ટેનર પકડયું હતું.જ્યારે,તરસાલીનો જિતેન્દ્ર પરમાર નામનો યુવક દારૃની બોટલોનો હાર પહેરી પોલીસ ભવન પહોંચ્યો હોવાના બનાવ ચર્ચામાં રહ્યા છે.

જેને પગલે પોલીસ દ્વારા દારૃ સામે ઝુંબેશ ચલાવવામાં આવી હતી.મોડી સાંજે પોલીસની જુદીજુદી ટીમોએ બાપોદ,નંદેસરી સહિતના વિવિધ સ્થળોએ દરોડા પાડયા હતા.