ધોળકા પાલિકા તંત્રે પોલિસ બંદોબસ્ત સાથે જુના બસ સ્ટેન્ડ વિસ્તારમનાં જાહેર માર્ગ ઉપરના દબાણો તોડી પાડયા
નગરના
વિવિધ વિસ્તારોમાં બિન અધિકૃત દબાણો તોડવા લોક માંગણી
ધાળકા
- ધોળકા
નગરપાલીકા તંત્રે પોલીસનો લોખંડી બંદોબસ્ત સાથે રાખી નગરના જુના બસ સ્ટેન્ડથી
પખાલીચોક સુધીના ટ્રાફિક સહિત અન્યરીતે નડતર દબાણો તોડી પાડતા દબાણ કર્તાઓ સમસમી
ગયા હતા.ધોળકા ટાઉન પી.આઈ.ડાંગરવાલા તથા
પોલીસ કર્મીઓની ટિમને સાથે રાખી સી.ઓ.પ્રાર્થનાબેન રાઠોડની તથા પાલિકા પ્રમુખ
એશોકભાઈ મકવાણાની સુચના અને માર્ગદર્શન મુજબ ન.પા.ના હેડ કલાર્ક પી.બી.ખરાડી સહિત
કર્મચારીયોએ જે.સી.બી.ની મદદથી જાહેર રસ્તા સહિત નડતર રૃપ દબાણો તોડી પાડયાં હતા.
ટ્રાફિકની સમસ્યા ધ્યાનમાં લઈ ન.પા.તંત્રે અને પોલીસે બિન અધિકૃત દબાણો તોડવાની
કામગીરી શરૃ કરતાજ દબાણ કર્તાઓ સમસમી ઉઠયા હતા. દબાણ હટાવ કાર્યક્રમ દરમિયાન
ક્યાંક ક્યાંક ચકમક જરવાના પણ બનાવ બનાવ બન્યો હતો જોકે પોલીસનો કાફલો જોઈ દબાણ
કર્તાઓ સંઘર્ષમાં ઉતરવાનું પડતું મુકી દબાણ તોડવાની કામગીરીથી લાલચોળ થઈ ઉઠયા
હતા.આમ તંત્ર દ્રારા દબાણ હટાવ કામગીરી બસસ્ટેન્ડ,જાહેર
માર્ગના ભરચક વિસ્તારમાં હાથ ધરાતા અન્ય વિસ્તારમાં બિન અધિકૃત રીતે દબાણ કરેલ
દબાણ કર્તાઓમાં ગણગણાટ શરૃ થઈ ગયો હતો. યત્રે ઉલ્લેખનીય છે કે ધોળકા તાલુકા
સેવાસદન સામે મેનાબેન ટાવર બજાર વિસ્તાર,મધીયા વિસ્તાર,મીઠી કુઈ વિસ્તાર,કલિકુડ વિસ્તાર સહિત અનેક
વિસ્તારોમાં બિન અધિકૃત દબાણો વધી ચુક્યાં છે.ધોળકા નગર હવે દબાણ નગર તરીકે જાણીતુ
બની ચુક્યું છે.