Gujarat

અલ્બાનિયાના એરપોર્ટ પર પોલીસે યુવકને પરત મોકલી કહ્યું તમારા વિઝા બોગસ છેઃપોલીસ ફરિયાદ

By GS TEAM
13 Sep 20251 min read
અલ્બાનિયાના એરપોર્ટ પર પોલીસે યુવકને પરત મોકલી કહ્યું તમારા વિઝા બોગસ છેઃપોલીસ ફરિયાદ

વડોદરાઃ ગેંડા સર્કલ પાસેના એક વિઝા કન્સલટન્ટે યુવકને બોગસ વિઝા અપાવતાં અલ્બાનિયાના એરપોર્ટ પરથી જ પોલીસે યુવકને પાછો મોકલી આપ્યો હતો.જેથી એજન્ટ સામે ગોરવા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

પોરબંદરના છાયા ગામે રહેતા મનુબેન સીંગડીયાએ પોલીસને કહ્યું છે કે,મારા પુત્ર અનિલને વિદેશ જવું હોવાથી સોશ્યલ મીડિયા પર વીડિયો જોઇ વડોદરાના સારાભાઇ કેમ્પસમાં એટલાન્ટિક ખાતે આવેલી વીફોરયુ વિઝા કન્સલટન્ટના સંચાલક રીપલ ગિરિશભાઇ શાહનો સંપર્ક કર્યો હતો.

રીપેલે એક અઠવાડિયામાં જ અલ્બાનિયાના વર્ક પરમિટ અપાવી દેવાનું કહી રૃ.૬ લાખ લીધા હતા.મારો  પુત્ર તા.૨૩ મી જાન્યુઆરીએ અલ્બાનિયા ગયો હતો.પરંતુ તિરાના એરપોર્ટ પર પોલીસે ડોક્યુમેન્ટ ચેક કરી વિઝા  બોગસ હોવાનું કહ્યું હતું અને મારા પુત્રને ત્યાંથી જ પરત મોકલી આપ્યો હતો.ત્યારબાદ રીપલે રૃપિયા પરત આપ્યા નથી અને દુબઇના વર્ક પરમિટ અપાવવા માટે બીજા રૃ.૬લાખ માંગી રહ્યો છે.જેથી ગોરવા પોલીસે સંચાલક સામે ગુનો નોંધ્યો છે.