Gujarat

પાણીના ખાબોચિયામાં જતા છ સેકન્ડમાં પ્રાણ પંખેરું ઉડી ગયું

By GS TEAM
9 Sep 20253 mins read
પાણીના ખાબોચિયામાં જતા  છ સેકન્ડમાં પ્રાણ પંખેરું ઉડી ગયું

અમદાવાદ, મંગળવાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘટ વહીવટના કારણે બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અત્યાર સુધી રસ્તા ખાડાની ફરિયાદો ફરિયાદો આવતી હતી. વીજ વહનની  તેમજ પાણીની નિકાલની વ્યવસ્થાના અભાવે લોકો જીવ ગુમાવી રહ્યા છે. ગઇકાલે રાતે યુવક અને તેની પતની બિમાર પિતાને હોસ્પિટલમાં ટિફીન આપીને ઘરે જતા હતા ત્યારે નારોલ પોલીસ સ્ટેશન પાસે મટન ગલીના નાકે એક્ટિવા લઇેએ ઉંડા પાણીમાંથી પસાર થતાં હતા ત્યારે ખાડામાંથી બહાર આવ્યા હતા અને પાણીમાં જીવતા વીજ વાયરોના કારણે પાણીમાં કરંટ લાગતા પતિ અને પત્ની તડપીને મોતને ભેટયા હતા. આ બનાવના પગલે પરિવારનો શોકનો માહોલ છવાઇ ગયો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશન વીજ વિભાગ સામે સામે પરિવારજનોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો. આ બનાવ અંગે નારોલ પોલીસ  અકસ્માતે મોતનો ગુનો નોધીને તપાસ બાદ જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે.

હોસ્પિટલમાં દાખલ પિતાને ટીફીન આપીને જ ઘરે જતા અંધારામાં પાણીમાં વાહન સાથે ફસાતાં કરંટથી તડપીને મોત થતાં તંત્ર સામે રોષ

નારોલ વિસ્તારમાં નારોલ પોલીસ સ્ટેશનની પાસે ફ્લેટમાં રહેતાનાકે  તેમજ તેમના પત્ની ગઇકાલે યુવકના પિતાને સારવાર માટે દાખલ કરાયા હોવાથી તેમને એલ.જી. હોસ્પિટલમાં ટિફિન આપીને બન્ને પોતાના એક્ટિવા ઉપર બેસીને ઘરે જતા હતા. ત્યારે રાતે ૧૦.૪૫ કલાકે નારોલ પોલીસ સ્ટેશન સામે  આવેલી મટન ગલીના નાકે આવી પહોચ્યા હતા.

જ્યાં ખૂબ પ્રમાણમાં  વરસાદના પાણી ભરાયેલા હતા.દંપતિ પાણીમાંથી પસાર થતાં વાહન ખાડામાં ફસાઇ ગયું હતું. મહા મુસીબતે ખાડામાંથી વાહન કાઢીને પાણીંમાં ફસાયા હતા આ સમયે પાણીમાં વીજ પ્રવાહ પસાર થતાં પતિ અને પત્નીને શરીરે કરંટ લાગતાં તડપી તડપીને મોતને ભેટયા હતા. આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવીને પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરીને લોકોએ પાણીમાંથી બન્નેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. નારોલ પોલીસે મૃતદેહનું પીએમ કરાવીને હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોેધીને તપાસ બાદ જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે.

-----

બેદરકારી કોની? મ્યુનિ. કે વીજ કંપનીની જવાબદારી નક્કી કરવા પોલીસ તપાસ

અમદાવાદ, બુધવાર

નારોલમાં પાણીમાં દંપિતના મોત અંગે નારોલ પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે ત્યારે હવે પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીજ કંપની તથા સરકારના ઇલેકટ્રીક વિભાગના જવાબદારોને નોટિસ આપીને એફએસએએલ દ્વારા તપાસ શરૃ કરવામાં આવનાર છે.

ખોદકામ ચાલુ હતું વીજ થાંભલા પડેલા હતા જીવતા વાયરના કારણે વીજ કરંટ પસાર થયાની આશંકા

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રસ્તા ઉપર પાણી ભરાયા હતાં પણ વીજ કરન્ટ કઈ રીતે પસાર થયો તે સૌથી મોટો સવાલ છે. રસ્તામાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાયેલું હતું અને ખાડો પણ હતો. પ્રાથમિક રીતે તો ખાડો પડયો હતો તેમાં નીચેના ભાગે અથવા તો પાણી હતું ત્યાં કોઈ વીજવાયર ખુલ્લો હોવાના કારણે વીજપ્રવાહ વહ્યો હતો. હવે વીજવાયર વીજ કંપની ટોરન્ટ પાવરનો હતો કે સરકારી વીજકંપનીનો તે સ્પષ્ટ કરવા એફ.એસ.એલ.ની મદદ લેવાઈ છે. સાથે જ, રસ્તા ઉપર મસમોટો ખાડો પડયો તેનું કારણ ખોદકામ હતું? ખાડો પડયો તેમાં તૂટેલા વીજવાયરમાંથી પ્રવાહ વહ્યો તેમાં મ્યુનિ.ની બેદરકારી હતી કે કેમ તે અંગે પણ વૈજ્ઞાાનિક ઢબે તપાસ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન, વીજ કંપની કે પછી સરકારી વીજ તંત્રમાંથી કોની બેદરકારી હતી કે પછી ત્રણેય તંત્રની જવાબદારી સાથે કયા કર્મચારીની બેદરકારી હતી તે સ્પષ્ટ કરવા નારોલ પોલીસે ઊંડી તપાસ આરંભી છે.

પોલીલ સુત્રોના જણાવ્યા મુજબ જ્યાં પાણી ભરાયેલા હતા ત્યાં વીજ થાંભલા પડેલા હતા અને ખોદકામ ચાલતું હતું, જેના કારણે વીજતા વીજ વાયર ખુલ્લા પડેલા હોવાની શંકા સેવાઇ રહી છે.