Gujarat

પોલીસે સ્થળ પરથી 15 હજારથી વધુની રોકડ જપ્ત કરી, 6 સામે ગુનો નોંધ્યો

By GS TEAM
27 Jul 20251 min read
પોલીસે સ્થળ પરથી 15 હજારથી વધુની રોકડ જપ્ત કરી, 6 સામે ગુનો નોંધ્યો

- બાવળાના દુમલી ગામેથી જુગારની બાજી માંડી બેઠલા 6 શકુની ઝડપાયા

ધોળકા : બાવળા તાલુકાના દુમલી ગામેથી જુગારની બાજી માંડી બેઠલા છ શકુનીને કેરાળા જીઆઇડીસી પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.૧૫,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

કેરાળા જીઆઇડીસી પોલીસના સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે બાવળા તાલુકાના દુમલીથી દેવથળ ગામ તરફ જવાના રસ્તા તળાવ બાજુમાં દરોડો પાડયો હતો. જ્યાં તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા (૧) નવઘણભાઈ જશુભાઈ પઢાર (રહે.નશયાળ,તા.બાવળા), (૨) જોરૂભાઈ નાગરભાઈ પગી (રહે.નશયાળ,તા.બાવળા), (૩) સંજયભાઈ ધીરૂભાઈ દેવિપુજક (રહે.નશયાળ,તા.બાવળા). (૪) હરેશભાઈ કમશુભાઈ માથાસુરીયા (દેવિપુજક) રહે.બગોદારા,તા.બાવળા), (૫) રાકેશભાઈ ધરમશીભાઈ દેવિપુજક (રહે.દુમાલી, તા.બાવળા) અને (૬) વિષ્ણુભાઈ જયંતીભાઈ દેવિપુજક (રહે.દુમાલી તા.બાવળા)ને ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓની અંગજડતીમાંથી રોકડ રૂ.૧૪,૭૫૦ અને દાવ પરથી રોકડ રૂ.૯૫૦ મળી કુલ રોકડ રૂ.૧૫,૭૦૦નો મુદ્દામાલ ઝજપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.