Vadodara Police : વડોદરા જિલ્લા એલસીબીની ટીમને માહિતી મળી હતી કે કિરણ પૂનમભાઈ માળીએ (રહે.ભાદરવા ચોકડી પાસે, સાવલી )દારૂનો જથ્થો સાવલીથી ગોઠડા જતા નાળામાં ખાલી કેનાલમાં સંતાડ્યો છે. થોડો-થોડો જથ્થો બાઈક પર લાવીને ઘરે વેચાણ કરે છે. જેથી પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા પોલીસને જોઈને એક યુવક બાઈક મૂકીને ભાગી ગયો હતો. પોલીસે કેનાલમાં તપાસ કરતા વિદેશી દારૂની કુલ 1,560 બોટલ કિંમત રૂપિયા 3.11 લાખની મળી આવી હતી. પોલીસે દારૂ અને મોબાઈલ મળી કુલ 3.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વડોદરામાં ખાલી કેનાલમાં ઉતારેલો વિદેશી દારૂનો 3.11 લાખનો જથ્થો પોલીસે પકડ્યો


