Gujarat
ભારત અને પાકિસ્તાનની મેચના પગલે પોલીસનો બંદોબસ્ત
By GS TEAM
28 Sep 20251 min read

વડોદરા,ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ મેચના પગલે શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આજે ચાર દરવાજા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું.
દુબઇ ખાતે રમાતી એશિયા કપ ટુર્નામેન્ટમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ રમાવાની હતી. ક્રિકેટ મેચના પગલે પોલીસ તંત્ર પણ સતર્ક થઇ ગયું હતું. પોલીસ કમિશનર દ્વારા આજે માંડવી ખાતે અધિકારીઓ સાથે મિટિંગ કરવામાં આવી હતી. મેચ દરમિયાન કોઇ અનિચ્છનીય ના બને તે માટે પોલીસ દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી હતી. પોલીસને સતત સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી. પોલીસનો બંદોબસ્ત મેચ પૂરી થતા સુધી જાળવી રાખવામાં આવશે.









