Gujarat
વડોદરા હાઇવે પરથી અજાણ્યા વૃદ્ધની લાશ મળતા પોલીસે પરિવારજનોની શોધખોળ હાથ ધરી
By GS TEAM
7 Oct 20251 min read
કપૂરાઈ પોલીસે મૃતકની તથા તેના વાલી વારસદારોની ઓળખ છતી કરવા પ્રયાસો હાથ ધર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
કપૂરાઈ પોલીસે મૃતકની તથા તેના વાલી વારસદારોની ઓળખ છતી કરવા પ્રયાસો હાથ ધર્યા
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : ગઈ તા.29 સપ્ટેમ્બરના રોજ બપોરે નેશનલ હાઇવે નં.48 અમદાવાદથી સુરત તરફ જતા તરસાલી બ્રિજ પાસે શરીરે ગંભીર ઈજા થયેલ હાલતમાં આશરે 55 વર્ષીય અજાણ્યા વૃદ્ધની લાશ મળી આવી હતી. મૃતકે ગુલાબી તથા બ્લુ ચેકસ શર્ટ તથા ડાર્ક બ્લુ પેન્ટ પહેર્યું છે. તેમજ તેના હાથ ઉપર ભાઈલાલભાઈ નામનું છૂંદણું છે.
કપૂરાઈ પોલીસે મૃતકની તથા તેના વાલી વારસદારોની ઓળખ છતી કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ મૃતદેહને સયાજી હોસ્પિટલ કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે.