બાપુનગરમાં શુક્રવારે સવારથી સ્કૂલે ગયેલા પાંચ બાળકો પાછા નહીં ફરતા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો
બાળકોની શોધ માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે
અમદાવાદઃ બાપુનગરમાં બે દિવસ અગાઉ પાંચ મિત્રો સવારે સ્કુલે જવાનું કહીને ઘરેથી નીકળી ગયા બાદ હજી સુધી ઘરે પાછા નહી આવતા પરિવારજનોએ બાપુનગર પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધીને પાંચેય બાળકોની શોધખોળ હાથ ધરી છે. ગત શુકવારે સવારે સાત વાગ્યે પાંચેય મિત્રો ઘરેથી સ્કુલે જઈએ છે તેમ કહીને સ્કુલ બેગમા કપડાં લઈને નીકળ્યા હતા, જે બાદ મોડી સાંજ તથા બે દિવસ સુધી ઘરે પાછા નહી આવતા પરિવારજનો ચિંતિત થઇ ઉઠ્યા હતા. બાપુનગર પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે તપાસ શરુ કરી દીધી હતી પરંતુ શનિવાર અને રવિવાર સુધીમાં પણ બાળકોની ભાળ નહી મળતાં પોલીસે અપહરણ ગુનો નોંધીને અલગ અલગ ટીમો બનાવીને પાંચેય બાળકોની શોધખોળ હાથ ધરી છે.
બાપુનગર વિસ્તારમાં રહેતા આ શ્રમજીવી પરિવારના બાળકોમાંથી કેટલાક બાળકો નજીકમાં આવેલા કારખાનામાં મજુરી કામ કરવા માટે જતાં હતા,ત્યાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે પરંતુ ત્યાં પણ બાળકો આવ્યા નહી હોવાનું જાણવા મળી રહ્યું છે. બાપુનગર વિસ્તારમાં આવેલી એક શ્રમજીવી વસાહતમાં રહેતો બાળક અને તેના ચાર મિત્રો એમ કુલ પાંચ બાળમિત્રો ગત શુક્રવારે સવારે ઘરેથી સ્કુલે જવાનું કહીને સ્કુલમાં બેગમાં કપડા લઈને ઘરેથી નીકળી ગયા હતા અને બે દિવસ સુધી ઘરે પાછા નહિ આવતા પાંચમાં થી એક બાળકની વિધવા માતાએ બાપુનગર પોલીસને આ બાબતની જાણ કરી હતી પોલીસે તપાસ કરી પરંતુ બાળકો નહી મળી આવતા અપહરણ ગુનો નોંધીને હાલ વધુ તપાસ હાથ ધરી છે.
ત્યારે એવું જાણવા મળી રહ્યું છે પાંચેય બાળકોને ભણવામાં કોઈ રૂચી ન હતી તેવું પરિવારજનોનું માનવું છે જેથી પાંચમાં થી બે બાળકો તો વિસ્તારમાં આવેલા એક કારખાનામાં મજુરી કામ કરવા માટે જતા હતા. ત્યારે બાપુનગર પોલીસે પાંચેય બાળકો જે સ્કુલમાં ભણતા હતા ત્યાં પણ તપાસ કરી હતી તો ત્યાંથી પણ જાણવા મળ્યું હતું પાંચેય બાળકો નિયમિત સ્કુલે આવતા પણ નોહ્તા અને ભણવામાં પણ રસ દાખવતા નહી, બીજી તરફ પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તથા બસસ્ટેશન અને રેલ્વે સ્ટેશન જેવી જગ્યાઓએ તપાસ શરુ કરી દીધી છે.ઘણીખરી હોટલો અને ગેસ્ટ હાઉસના માલિકોને પણ બાળકોના ફોટા મોકલી આપ્યા છે.