Get The App

રાજ રાજેશ્વરી સોસાયટી પાસે પોલીસે દરોડો પાડી 16 હજારથી વધુની રોકડ જપ્ત કરી

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
રાજ રાજેશ્વરી સોસાયટી પાસે પોલીસે દરોડો પાડી 16 હજારથી વધુની રોકડ જપ્ત કરી 1 - image

- સુરેન્દ્રનગરમાં 5 મહિલા સહિત 6 શખ્સ જુગાર રમતા ઝડપાયા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસે દાળમીલ રોડ પર જાહેરમાં જુગાર રમતા એક પુરુષ અને પાંચ મહિલા સહિત ૦૬ શખ્સ ઝડપાયા હતા. પોલીસે ૧૬ હજારથી વધુની રોકડ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. 

સુરેન્દ્રનગર દાળમિલ રોડ પર આવેલ રાજ રાજેશ્વરી સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એ-ડિવિઝન પોલીસે સ્ટાફ સાથે રેઇડ કરી હતી. જેમાં સ્થળ પરથી જુગાર રમતા (૧) દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ સોલંકી, રહે.રાજ રાજેશ્વરી સોસાયટી (૨) ગીતાબેન ધર્મેન્દ્રભાઈ આકરીયા, રહે. હરિપ્રકાશ સોસાયટી (૩) ક્રિષ્નાબા મહેન્દ્રસિંહ પરમાર, રહે. ગાયત્રી સોસાયટી (૪) નિર્મળાબા કરણસિંહ રાણા, રહે. વિવેકાનંદ-૦૧, નવા જંક્શન રોડ (૫) નિમિષાબેન ચિરાગભાઈ રોજાસરા, રહે.એન.ટી.એમ સ્કૂલ પાસે (૬) રંજનબેન રાજેન્દ્રસિંહ સોલંકી, રહે.રાજ રાજેશ્વરી સોસાયટી વાળાને રોકડ રૂ.૧૬,૦૪૦ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા અને તમામ વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.