જામનગર નજીક દરેડમાં પોલીસનો ગઈ રાત્રે જુગાર અંગે દરોડો: 7 પત્તાપ્રેમીઓ પકડાયા

જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ગઈકાલે રાત્રે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ગંજીપાના પડે જુગાર રમી રહેલા સાત આરોપીઓની અટકાયત કરી છે.
જામનગરના પંચ કોશી બી. ડિવિઝન ના પોલીસ સ્ટાફને મળેલી બાતમીને આધારે દરેડ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન ગંજીપાના વડે જુગાર રમી રહેલા લાખન જસવંતભાઈ જાટવ, છોટુ મનોજકુમાર જાટવ, ધર્મેન્દ્ર મનોજકુમાર જાટવ, વિકાસ લક્ષ્મી નારાયણ ઝાટવ, ચંદન ડરૂભાઈ જાટવ, સંજીવ મુન્નાલાલ જાટવ અને વિકી પપ્પુભાઈ જાટવ વગેરે સાત આરોપીઓ સામે જુગાર ધારા ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે