કાલાવડના મોટા વડાળા ગામમાં ખેડૂતની વાડીમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે પોલીસે દરોડો પાડી એક વાડીની ઓરડીમાં દારૂની મહેફીલ માણી રહેલા 6 શખ્સોની અટકાયત કરી લીધી છે, જયારે સ્થળ પરથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ કબજે કર્યો
કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરતાં મોટા વડાળા ગામમાં રહેતા વજુભાઈ પરસોત્તમભાઈ બાસીડાની વાડીમાં ચાલી રહેલી દારૂની મહેફિલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે દરોડો પાડી રાજકોટ જિલ્લાના 6 શખ્સોને ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે મોટા વડાળા ગામે વજુભાઈ પરસોતમભાઈ બાસીડાની વાડીમાં કેટલાક શખ્સો ભેગા મળી દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા છ શખ્સો દારૂ પી રહેલી હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસે સુરેશભાઈ ગોવિંદભાઈ કપુરીયા (ઉ.વ.53), ચિરાગભાઈ સુરેશભાઈ કપુરીયા (ઉ.વ.34), દિનેશભાઈ કેશુભાઈ કપુરીયા (ઉ.વ.42), રવીરાજસિંહ જીલુભા સોલંકી (ઉ.વ.35), દિવ્યરાજસિંહ ચંદ્રસિંહ રેવર (ઉ.વ.30) તથા મનોજભાઈ વિરજીભાઈ ગોંડલીયાને ઝડપી પાડ્યા હતા. તમામ આરોપીઓ રાજકોટ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન પોલીસે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ કબજે કર્યો હતો. આરોપીઓ પાસે દારૂ પીવા માટે કોઈ પાસ-પરમિટ ન હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું.
આ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ), 66(1)(બી), 75(ક), 81 અને 86 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ કિશોરસિંહ જાડેજાની ફરિયાદના આધારે હાથ ધરવામાં આવી હતી.
પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. ગ્રામ્ય વિસ્તારમાં દારૂની મહેફિલો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી પણ પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે.









