જિલ્લામાં 3 સ્થળે પોલીસે દરોડા પાડી 14 જુગારીને ઝડપ્યા
- મહુવા, દાઠા અને ખૂંટવડા પોલીસમાં ગુનો નોંધાયો
- જુગારના 3 બનાવોમાં પોલીસે 48,200 નો મુદ્દામાલ કબ્જે કર્યો
ભાવનગર : ભાવનગર જિલ્લામાં જુગારના અલગ-અલગ ત્રણ બનાવોમાં પોલીસે કુલ ૧૪ જુગારીઓને કુલ રૂ.૪૮,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.
જુગારના પ્રથમ બનાવમાં મહુવાના દયાળ ગામે જાહેરમાં જુગાર રમતા નાગજી ભુપતભાઈ બારૈયા, દિનેશ ભાયાભાઈ ચૌહાણ, અશ્વિન વલ્લભભાઈ ચૌહાણ, પંકજ મથુરભાઈ શિયાળ અને રણછોડ જસાભાઈ ખસીયાને કુલ રૂ.૧૦,૪૬૦ના મુદ્દામાલ સાથે દાઠા પોલીસે, તેમજ મોટા ખુટવડા ગામે જુગાર રમતા અર્જુનનાથ સનાનાથ પરમાર, લાલજીનાથ શાંતિનાથ પરમાર અને રવિનાથ સતુરનાથ પરમારને ખુટવડા પોલીસે તથા મહુવામાં કંપોઝના ખાડા પાસે જુગાર રમતા રઘુ માવજીભાઈ વાળા, બાબુ નાનજીભાઈ મકવાણા, અમીત કિશોરભાઈ વાજા, શંભુ પાંચાભાઈ સોલંકી, રોહિત ભરતભાઈ બારૈયા અને મેહુલ અશોકભાઈ ડાભીને કુલ રૂ.૩૬,૧૨૦ના મુદ્દામાલ સાથે મહુવા પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો.