Get The App

જામનગર અને લાલપુરમાં જુગાર અંગે પોલીસના બે સ્થળે દરોડા : 4 મહિલા સહિત 9 જુગારીઓ પકડાયા

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર અને લાલપુરમાં જુગાર અંગે પોલીસના બે સ્થળે દરોડા : 4 મહિલા સહિત 9 જુગારીઓ પકડાયા 1 - image

Jamnagar Gambling Raid : જામનગર શહેર તેમજ લાલપુરમાં ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી ચાર મહિલાઓ સહિત નવ જુગારીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

 જામનગરમાં નવાગામ ઘેડ મધુરમ રેસીડેન્સી વિસ્તારમાં જુગાર અંગેનો પ્રથમ દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા જયશ્રીબા અજય સિંહ વાળા, મણીબેન ડાયાભાઈ શિંગડીયા, ગીતાબા વિજયસિંહ જાડેજા, અને મધુબેન સુરેશભાઈ ગહેલોતની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 73,000 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

 જુગાર અંગેનો બીજો દરોડો લાલપુરમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા ચેતન પ્રવીણભાઈ જાડેજા, વિજય ચંદુભાઈ જાડેજા, મુકેશ રામજીભાઈ રાઠોડ, સાહિલ વિજયભાઈ કબીરા, અને નિલેશ કારાભાઈ રાઠોડની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 1,650 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.