Get The App

જામનગર જિલ્લામાં શ્રાવણ માસની પ્રથમ શનિવારની રાત અનેક જુગારીયા તત્વોએ જુગટું રમીને વીતાવી

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર જિલ્લામાં શ્રાવણ માસની પ્રથમ શનિવારની રાત અનેક જુગારીયા તત્વોએ જુગટું રમીને વીતાવી 1 - image


જામનગર શહેર સિક્કા અને કાલાવડમાં પોલીસે શનિવારની રાત્રે જુગાર અંગે નવ સ્થળોએ દરોડા પાડ્યા હતા, અને નવ મહિલા સહિત 34 પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઇ રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જામનગરમાં જુગાર અંગેનો પ્રથમ દરોડો મોહન નગર આવાસ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ગંજી પાના વડે જુગાર રમી રહેલી ફાલ્ગુનીબેન વિક્રમભાઈ પરેશા, મીનાબેન હરિદાસ સોલંકી સહિત 7 પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જુગાર અંગેનો બીજો દરોડો કાલાવડ તાલુકાના ધૂન ધોરાજી ગામમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ગંજી પાના વડે જુગાર રમી રહેલા જેન્તીભાઈ ગોવિંદભાઈ સોંદરવા સહિત ચાર પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જુગાર અંગે નો ત્રીજો દરોડો સિક્કા નજીક લાખાબાવળ ગામના પાટીયા પાસે એક હોટલની પાછળ પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ગંજી પાના વડે જુગાર રમી રહેલા પ્રકાશ હીરાભાઈ મકવાણા સહિત ત્રણ પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

આ ઉપરાંત જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાંથી જુગાર રમી રહેલી ઉર્વીબેન ભાવેશભાઈ માંગી ચેતનાબેન બીપીનભાઈ પારેખ પાંચ પત્તા પ્રેમીઓને ઝડપી લઈ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જુગારનો વધુ એક દરોડો જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા મુકેશ લક્ષ્મણભાઈ રાઠોડ સહિત 7 પતા પ્રેમીની રોકડ રકમ અને જુગારનનું સાહિત્ય કર્યું છે.

જુગાર અંગેનો અન્ય એક દરોડો જામનગરમાં હાલાર હાઉસ પાસે પડવામાં આવ્યો હતો. ત્યાંથી ગંજી પાના વડે જુગાર રમી રહેલા અનિરુદ્ધસિંહ અજીતસિંહ જાડેજા સહિત 7 આરોપીઓની અટકાયત કરી લઇ રોકડ રકમ અને જુગારનું સાહિત્ય વગેરે કબજે કરી લીધા છે.

Tags :