Gujarat

જામનગર નજીક સિક્કામાં સર્વોદય સોસાયટીમાં પોલીસનો જુગાર અંગે દરોડો : ચાર જુગારીઓ પકડાયા

By GS TEAM
8 Dec 20251 min read
TukuTouch Logo
જામનગર નજીક સિક્કામાં સર્વોદય સોસાયટી વિસ્તારમાં ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ચાર જુગારીઓની અટકાયત કરી લઈ જુગારનો સામાન કબજે કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક સિક્કામાં સર્વોદય સોસાયટીમાં પોલીસનો જુગાર અંગે દરોડો : ચાર જુગારીઓ પકડાયા

Jamnagar Gambling Raid : જામનગર નજીક સિક્કામાં સર્વોદય સોસાયટી વિસ્તારમાં ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ચાર જુગારીઓની અટકાયત કરી લઈ જુગારનો સામાન કબજે કર્યો છે.

 સિક્કા પોલીસ સ્ટેશનની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સિક્કામાં સર્વોદય સોસાયટી નજીક રેલવેના પાટા પાસે ગઈ રાત્રે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા અશોક માવજીભાઈ પરમાર, રાજેશ દામોદરભાઈ તન્ના, પ્રદીપસિંહ ગુમાનસિંહ ચુડાસમા, અને ભોજાભાઇ ડોસાભાઇ કારીયાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 11,320 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.