Get The App

પેથાપુરમાં નદીના પટમાં પોલીસનો દરોડો જુગાર રમતા પાંચ પકડાયા

Updated: Jun 15th, 2025

GS TEAM


Google News
Google News
પેથાપુરમાં નદીના પટમાં પોલીસનો દરોડો  જુગાર રમતા પાંચ પકડાયા 1 - image


પેથાપુર પોલીસ દ્વારા ૧૮,૫૦૦નો મુદ્દામાલ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી જુગાર ધમધમી ઉઠયો છે ત્યારે પેથાપુર પોલીસ દ્વારા સાબરમતી નદીના પટમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી ૧૮,૫૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આમ તો શ્રાવણ મહિના દરમિયાન ગાંધીનગર જિલ્લામાં જુગાર વધુ જોવા મળતો હોય છે પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારમાં ખૂણે અને ખાચરે જુગાર રમાઈ રહ્યો છે ત્યારે આ સ્થિતિમાં પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, પેથાપુરમાં આવેલા સંજરી પાર્ક પાસે નદી કિનારે પટમાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના પત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે, પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડયા હતા. જેમાં પેથાપુર ખાતે રહેતા ઈમ્તીયાઝખાન રહીમખાન પઠાણ,મોઇનખાન યાસીનખાન પઠાણ,સુરેન્દ્રસિંહ દિપસિંહ વાઘેલા,હર્ષ અશોકભાઈ ઠાકોર અને રાંધેજા ખાતે રહેતા સતીશ નટવરલાલ દરજીનો સમાવેશ થાય છે.પોલીસ દ્વારા આ જુગારીઓ પાસેથી ૧૮,૫૦૦ની રોકડ કબજે કરીને તેમની સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

Tags :