Gujarat
જામનગરમાં કાલાવડ નાકા બહાર પોલીસનો ઘોડીપાસાના જુગાર અંગે દરોડો : ચાર શખ્સો પકડાયા, એક ફરાર
By GS TEAM
20 Jun 20251 min read
જામનગરમાં કાલાવડ નાકા બહાર મોટા પીર ચોકમાં ગઈ રાત્રે સિટી એ. ડિવિઝન પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો
Summarized by AI; it may make mistakes. Check important info
જામનગરમાં કાલાવડ નાકા બહાર મોટા પીર ચોકમાં ગઈ રાત્રે સિટી એ. ડિવિઝન પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગરમાં કાલાવડ નાકા બહાર મોટા પીર ચોકમાં ગઈ રાત્રે સિટી એ. ડિવિઝન પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા ઇશાક મામદભાઈ ગરાણા, કાદર ઉર્ફે છુક છુક મજીદ ભાઈ બાજરીયા, તાહેર સૈફુદીનભાઈ સોની અને કાસમ ઉર્ફે ડાર્લિંગ અલીભાઈ કોફીવાલાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 12,020ની રોકડ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
આ દરોડા સમયે ભાવસાર ચકલામાં રહેતો સબીર મસ્જિદભાઈ બાજરીયા નામનો શખ્સ પોલીસને જોઈને ભાગી છુટ્યો હતો, તેથી તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.