કિશનવાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો
છ જુગારીઓ ઝડપાયા, એક વોન્ટેડ : ૩૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે
વડોદરા,કિશનવાડી મહાદેવ ચોકમાં ચાલતા જુગારધામ પર પીસીબી પોલીસે દરોડો પાડીને છ જુગારીઓને ઝડપી પાડયા છે.
કિશનવાડી માળી મહોલ્લા મહાદેવ ચોકમાં રહેતો દિનેશ ઠાકોર બહારથી લોકોને બોલાવી ઘરમાં જુગાર રમાડી રહ્યો હોવાની માહિતી પીસીબી પોલીસને મળતા પોલીસે તેના ઘરે જઇને રેડ કરતા (૧) દિનેશ ઇશ્વરભાઇ ઠાકોર (રહે. મહાદેવ ચોક, કિશનવાડી) (૨) સુરેશ અમરસીંગ જાદવ (રહે. મહાદેવ ચોકની બાજુમાં સોની ફળિયું, કિશનવાડી) (૩) વિષ્ણુ લક્ષ્મણભાઇ (રહે. જય અંબે ફળિયું, કિશનવાડી) (૪) પ્રવિણ નાથાભાઇ માળી (રહે. માળી મહોલ્લો, કુંભારવાડા) (૫) કીરિટ વિઠ્ઠલભાઇ રાજપૂત (રહે. મહાદેવ ચોક) તથા (૬) રાજુરામ રામભાઇ જુનઘરે (રહે. હુસેની ચોક, આજવા રોડ)ને ઝડપી પાડયા છે. પોલીસે જુગારીઓ પાસેથી ૩૪,૪૪૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.જ્યારે આરોપી જગદીશ ઉર્ફે પોપટ બાલુભાઇ માછી (રહે.જય અંબે ફળિયું, કિશનવાડી) ને વોન્ટેડ જાહેર કર્યો છે.