સાયલા પોલીસ મથકે પાંચ સામે ગુનો નોંધાયો
બાતમીના આધારે પાડેલા દરોડામાં સાયલા પોલીસને માત્ર મુદ્દામાલથી સંતોષ માનવો પડયો ઃ ત્રણ આરોપી નાસી છુટયા
સાયલા - સાયલા પોલીસે બાતમીના આધારે સુદામડાથી શિરવાણીયા ગામના રસ્તા પરની વાડીમાં દારૃના કટિંગ સમયે જ રેઇડ કરી હતી. જોકે, પોલીસના દરોડામાં આરોપીઓ નાસી છુટતા પોલીસને માત્ર માત્ર મુદ્દામાલથી સંતોષ માનવો પડયો હતો.
સાયલા પોલીસેને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ઉત્તરાયણની રાત્રે સાયલાના સુદામડા થી શિરવાણીયા તરફ જવાના રસ્તે આવેલ કબજા ભોગવટાની વાડીમાં ઇંગ્લિશ દારૃના ચાલુ કટિંગ દરમિયાન રેઇડ કરી હતી. પોલીસને જોતા જ સ્થળ પરથી ત્રણ શખ્સો નાશી છુટયા હતા
પોલીસે તપાસ હાથ ધરી સ્થળ પરથી ઇંગ્લિશ દારૃની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ૨૫૬૮ કિંમત રૃ.૩૪,૫૧,૨૦૦, બોલેરો પીકઅપ કિંમત રૃ.૦૫ લાખ, ટુવ્હીલર કિંમત રૃ.૨૫,૦૦૦ સહિત ફૂલ રૃ.૩૯,૭૬,૨૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને સ્થળ પર થી નાશી ગયેલ ત્રણ શખ્સો (૧) દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ ભરતભાઈ બોરીચા (૨) નાગરાજભાઈ વલકુભાઈ ખાચર અને (૩) દશરથસિંહ ચંદુભા ઝાલા, તમામ રહે.સુદામડા તા.સાયલા વાળા (૪) બોલેરો પીકઅપના માલિક અને (૫) ટુવ્હીલરના માલિક તેમજ ઈંગ્લીશ દારૃનો જથ્થો મોકલનાર સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ સાયલા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


