જામનગરના ગોકુલ નગર નજીક પાણાખાણ વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો
જામનગરમાં ગોકુલનગર નજીક પાણાખાણ વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી ત્રણ પત્તા પ્રેમીઓને પકડી પાડ્યા છે, અને રૂપિયા 20,650ની માલમતા કબજે કરી છે.
જામનગરમાં ગોકુલ નગર નજીક પાણાખાણ શેરી નંબર -2 માંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા રાજુભાઈ કરણાભાઈ ચાવડા, અજય કરણભાઈ વાઘેલા તેમજ પોલાભાઈ અરજણભાઈ બેરા ની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 20,650ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.