જામનગરમાં પટણીવાડ વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો: પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા

જામનગરમાં પટણી વાડ વિસ્તારના ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાંચ પત્તા પ્રેમીઓને પોલીસે ઝડપી લીધા છે.
જામનગરના પટણીવાડ વિસ્તારમાં ગઈ રાત્રે કેટલાક લોકો એકત્ર થઈને જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ગંજી પાના વડે જુગાર રમી રહેલા અસગર હુસેનભાઈ પટણી, અલ્તાફ કરીમભાઈ સિપાઈ, શબ્બીર અકબર અલી ભારમલ, શબ્બીર અહેમદઅલી વાઘેલા, અને સલીમ અલીમામદ ધાણીવાલા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 10,160ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

