લાલપુરના ભણગોર ગામે પોલીસનો જુગાર અંગે દરોડો : 6 શખ્સો ઝડપાયા, 84 હજારનો મુદ્દામાલ જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામે જાહેર સ્થળે જુગાર રમતા 6 શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. લાલપુર પોલીસ દ્વારા હાથ ધરાયેલા દરોડામાં રોકડ રકમ સહિત કુલ 84 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ભણગોર ગામના બસ સ્ટેન્ડ નજીક આરોપીઓ ગંજીપત્તાના પાનાં વડે “તીન પત્તી” નામનો જુગાર રમતા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે રાત્રિના સમયે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં ગોગનભાઈ ભીખાભાઈ ગોજીયા, રાકેશભાઈ પ્રફુલભાઈ હીરાણી, જેન્તીભાઈ ખિમજીભાઈ મેરાણી, મનોજભાઈ જમનભાઈ વાજા, પોપટભાઈ રામાભાઈ ગાગીયા અને હેમંતભાઈ જેરાજભાઈ હીરાણીનો સમાવેશ થાય છે.
પોલીસે સ્થળ પરથી રૂપિયા 14,080ની રોકડ રકમ, ગંજીપત્તા, 6 મોબાઇલ ફોન અને 2 મોટરસાયકલ મળી કુલ 84,080નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે લાલપુર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.








