જામનગર શહેર જિલ્લામાં 11 સ્થળોએ પોલીસના જુગાર અંગે દરોડામાં અનેક સ્ત્રી -પુરૂષો ઝડપાયા: એક ભાગી છૂટ્યો
જામનગર જિલ્લાના જામજોધપુર, લાલપુર અને ધ્રોલ પંથકમાં પોલીસે જુગાર અંગે 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. અને જુગાર રમતાં અનેક શખ્સોને ઝડપી પાડી તેમની પાસે થી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જામજોધપુર બાલવા ફાટકથી આગળ ધ્રાફા ફાટક જવાના રોડ પર સોનલ માતાના મંદિરની સામે ઝુપડાઓ પાછળ ખરાબામાં જાહેરમાં શખ્સો તીન પતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરે છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.અને ગંજીપતાના પાના વડે જુગાર રમતા પોપટભાઈ મકવાણા (ધોરાજી ), હરકેશગીરી જયંતીગીરી ગોસ્વામી (જામજોધપુર ), રાણસીભાઇ ઘેલાભાઈ ધનાણી ( જામજોધપુર) અને હિતભાઇ અતુલભાઈ ખાંટ ( જામજોધપુર ) ને રૂ.12,400ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા..
લાલપુરના સણોસરી ગામની પ્રાથમિક શાળાની બાજુમાં જાહેરમાં અમુક ઇસમો ગંજીપતાના પાના વડે જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને રમેશભાઈ ધાનાભાઈ ખવા , જગુભાઇ મારખીભાઇ ડાંગર, નાથાભાઈ મેઘાભાઈ સાગઠીયા અને સેજાભાઈ નારણભાઈ ખીંટને રૂ. 10,260ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમી રહેલા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં દેવાભાઈ નરશીભાઇ સરવૈયા, ભગાભાઇ કારાભાઈ સરવૈયા, મેરૂભાઇ ચનાભાઇ સોલંકી , જીવાભાઇ રામદેભાઇ પરમાર, દિનેશભાઇ ઉકાભાઈ ધામેચા , ભીખાભાઇ કરણાભાઇ ગાંગળીયા અને લાલાભાઇ રવજીભાઇ શિહોરાને રૂ. 12,650ની રોકડ સાથે ઝડપાયા હતા.
એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઈ. પી.એન.મોરી તથા પો.સ.ઇ.શ સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. જેમાં મળેલ ખાનગી હકિકત આધારે ધ્રોલ નજીક ના ધ્રાંગડા ગામથી રોજીયા ગામ જતા કેનાલના કાંઠે રોજીયા ગામની સીમમા રાજેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા ની વાડી ના સેઢા પાસે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમાંતો હોવાની બાતમી ના આધારે એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો .અને રાજેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા ,હરેશભાઇ મધુભાઈ ભાલોડીયા અને ત્રણ સીનીયર સીટીઝન ને ઝડપી લીધા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂ. 51,800ની રોકડ ઉપરાંત મોબાઇલ ફોન-5 નંગ મોબાઇલ ફોન બે મો.સા. મળી કુલ કિ.રૂ.1,61,800ની કિમતનો મુદામાલ કબજે લીધો હતો.
ધ્રોલ તાલુકાના નથુવડલા ગામ માં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત નો જુગાર રમતો હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે દરોડો પાડ્યો હતો અને ફુલદિપગીરી ધર્મેન્દ્રગીરી ગોસાઇ , જયેશભાઇ લાલુભાઈ માવી , હસમુખભાઇ અમરશીભાઇ કગથરા , કરણાભાઈ ડાયાભાઇ મેવાડા, અને મોમભાઈ ઉર્ફે મનોજ ડાયાભાઈ બાંભવા ને ઝડપી પાડ્યા હતા જ્યારે નીલેશભાઇ કારૂભાઇ ઝાપડા નાસી છૂટીયો હતો. પોલીસે જુગારના આ સ્થળેથી રૂપિયા 14,500ની રોકડ રકમ તથા 4 મોબાઇલ અને એક મો.સા મળી કુલ રૂ. 65000ની કિમતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
જામનગર તાલુકા ના દરેડ ગામ માં જુગાર રમતો હોવા ની બાતમી ના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જયસુખભાઈ હંશરાજભાઈ ઢોલરેયા , રાજેશભાઈ જીણાભાઈ વિરાણી, નારદભાઈ જેરામભાઈ ઢોલરીયા અને ઓધવજીભાઈ હરજીભાઈ ઢોલરીયા ને રૂ. 20,350ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં જુગાર રમાંતો હોવા ની બાતમી ના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને રણજીતભાઇ વાલાભાઇ મકવાણા, મનોજ રણજીતભાઇ , ચંદ્રિકાબેન કાનાભાઇ મેઘાભાઇ મકવાણા મંજુબેન રણજીતભાઇ વાલાભાઇ મકવાણા , ભાનુબેન ભિખાભાઇ સોલંકી અને સોનલબેન રાજુભાઇ વારગીયાને રૂ.5,450ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
જામજોધપુર તાલુકાના બાવડીયાનેશ ગામ માં જુગાર રમતસુરેશભાઇ ભીખુભાઇ ડાભી , વાસુભાઇ કાન્તીભાઇ ભાલોડીયા, રાજકુમાર ઉર્ફે રાજ મનસુખભાઇ ભાલોડીયા, રમેશભાઇ હમીરભાઇ બારૈયા , સુનીલભાઇ જસમતભાઇ કુડેચા , નરેશભાઈ પ્રવીણભાઇ વરાણીયાને રૂ.12,400ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા .
જામનગરના કૈલાશ નગર ઓમ રેસીડેન્સીના પાર્કિંગ પાસે જુગાર રમતા રાજેન્દ્રભાઇ ભાણજીભાઇ તાળા સંજયભાઇ ધનજીભાઇ વેકરીયા શોભનાબેન યોગેશભાઇ કોઠીયા જ જીજ્ઞાબેન રાજેશભાઇ સુદાણી ગીતાબેન સંજયભાઇ વેકરીયા પ્રજ્ઞાબેન ચંદ્રેશભાઈ ધામેલીયા કાંતાબેન મનસુખભાઇ ઘાડીયા રૂપલબેન હિતેષભાઇ તરાવીયા ને રૂ.10,415ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા .
ધ્રોલમાં ગંજીપાનાથી જુગાર રમતા હોવા ની બાતમી ના.આધારે પોલીસે.દરોડો પાડયો હતો અને મેરામણભાઈ રામાભાઈ ગમાર , લાલાભાઈ ભુરાભાઈ ગમારા , કાનાભાઈ બાબુભાઈ ગમારા , કરણાભાઈ મેરાભાઈ વરૂ , કિશનભાઈ કારાભાઈ લાંબરીયાને રૂ.8,300ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા
કાલાવડ તાલુકાના ડેરી ગામમાં પોલીસે જુગારની બાતમીના આધારે દરોડો પડ્યો હતો. રાજપાલસિંહ રામદેવસિંહ જાડેજા , રવીરાજસિંહ સહદેવસિંહ જાડેજા , રામદેવસિંહ ઘનશ્યામસિંહ જાડેજા , લખુભા ઉર્ફે લક્કી ગોપાલસિંહ જાડેજા ,દિગુભા ઉદુભા જાડેજા, કાનાભાઇ ઘોઘાભાઈ માટીયા અને વિપુલભાઇ રવુભાઇ રાઠોડ ને રૂ.13,230ની રોકડ સાથે ઝડપી લીધા હતા.