Gujarat

પિતાને છરી મારતા પુત્રએ પાઇપના ફટકા મારતાં યુવક સારવાર હેઠળ

By GS TEAM
19 Sep 20252 mins read
પિતાને છરી મારતા પુત્રએ પાઇપના ફટકા મારતાં યુવક સારવાર હેઠળ

અમદાવાદ, શુક્રવાર

દાણીલીમડામાં ધક્કો મારવા જેવી સામાન્ય બાબતે તકરાર થઇ હતી જેમાં સામ સામે મારા મારી થઇ હતી જેમાં યુવકે આરોપીના પિતાને છરીના ઘા માર્યા હતા. જેથી પુત્રએ યુવકને માથામાં પાઇપના ફટકા મારતાં યુવક નીચે પડી જતાં બેભાન હાલતમાં સિવિલમાં દાખલ કરાયો હતો જો કે બે મહિનાની સારવારમાં માથામાં ઓપરેશન પછી યુવક બોલતો થયો હતો. જેને લઇને દાણીલીમડા પોલીસે પિતા-પુત્ર સહિત પરિવારના પાંચ લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

યુવક બેભાન હાલતમાં બે મહિનાથી સિવિલમાં સારવાર હેઠળ,માથામાં ઓરપેશન બાદ બોલતો થયો ઃ પોલીસે પિતા-પુત્ર સહિત પાંચ લોકો સામે ગુનો નોંધ્યો

 દાણીલીમડા ન્યું ફૈસલનગર પાસે યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં એક જ પરિવારના પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક ગત તા. ૧૧-૦૭-૨૫ના રોજ તેના મિત્ર સાથે સાંજના સમયે દાણીલીમડામાં કોઝી હોટલ પાસેના ફાર્મ પાસે જાહેરમાં હાજર હતા આ સમયે આરોપીએ યુવકને ધક્કો મારતાં તેની સાથે તકરરા થઇ હતી. 

જેથી આરોપીએ તેના પિતા અને ભાઇને ફોન કરીને બોલાવ્યા હતા અને યુવક સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા જેને લઇને ઉશ્કેરાઇને આરોપીના પિતાને છરીના ઘા મારતાં આરોપીઓ પણ યુવકને માથામાં પાઇપના ફટકા મારતાં તે નીચે પડી ગયો હતો જેને કોઇકે બેભાન હાલતમાં અસારવા સિવિલમાં દાખલ કર્યો હતો. જ્યાં યુવકને માથામાં ઓપરેશન કર્યા બાદ તાજેતરમાં બોલતો થયો હતો. આ ઘટના અંગે દાણીલીમડા પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.