સરહદી વાગડમાં પોલીસનું પેટ્રોલિંગ, તકેદારી રાખવા લોકોને અનુરોધ
સ્વયંભુ બ્લેક આઉટમાં જોડાઈ અને અફવાથી દુર રહેવા પોલીસની અપીલ
આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા પૂર્વ કચ્છના રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તથા ખડીર વિસ્તારના સરહદી ગામોમાં તથા રાપર શહેર ઉપરાંત ગાગોદર લાકડીયા બાલાસર સામખીયારી સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલા ગામોમાં યુધ્ધની પરિસ્થિતી ઉભી થાય તો કેવી રીતે બચાવ કરવા તથા આરોગ્ય પોલીસ મહેસુલ તથા ગામ લોકો ને પરિસ્થિતિ વાકેફ કરવા માટે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તથા બોર્ડર રેન્જઆઈજી ચિરાગ કોરડીયાની સુચનાથી પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા ના વિવિધ ગામોમાં જાગૃતિ લાવવા માટે લાઉડ સ્પીકર દ્વારા વાકેફ કરવામાં આવ્યા હતા. રાપર મામલતદાર, ભચાઉ પાલિકા ચીફ ઓફિસર, પી.આઈ. પીએસઆઈ સહિત ના અધિકારીઓએ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તાર સરહદી વિસ્તારમાં લોકોને જાગૃત લાવવા માટે માઇક દ્વારા વાકેફ કરવામાં આવી રહ્યા છે. ખોટા મેસેજ ના કરવા લોકો ને ભેગા થઈ ખોટી અફવા ના ફેલાવી સ્વયંભૂ બ્લેક આઉટ કરવા જાહેર સ્થળ પર લાઈટ બંધ રાખવા ફટાકડા ના ફોડવા લગ્ન પ્રસંગે કોઈ અફવા ના ફેલાવવી આરોગ્ય માટે એકબીજા ને મદદ કરવી તથા વહિવટી તંત્રને સાથ સહકાર આપવા અપીલ કરાઈ છે. ઉપરાંત આડેસર અને સામખિયાળી ના સુરજબારી ચેક પોસ્ટ રાઉન્ડ ધ કલોક પોલીસ પેટ્રોલીંગ તથા વાહનો ચેકીંગ કરવામાં આવી રહ્યા છે.