Get The App

જામનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

Updated: May 5th, 2025

GS TEAM


Google News
Google News
જામનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો 1 - image


Jamnagar Police : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના અશોક કુમાર યાદવ તથા જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જિલ્લા ક્રાઇમ કોન્ફરન્સ અનુસંધાને આપેલા માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા તા.03.05.2025 ના રોજ ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટંટ ઓફ ઇન્ડિયાના કાર્યાલય  ખાતે સાયબર ક્રાઈમ અવરેનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ આયોજન જામનગર શહેરના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા તેમજ સાયબર પી.આઈ. આઇ.એ.ઘાસુરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સેમિનાર દરમ્યાન સરકારી વકીલ જમનભાઈ ભંડેરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સેમીનારમા 70 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટંટ તેમજ તે વ્યવસાય સાથે જોડાયેલ અન્ય લોકો હાજર રહતા હતાં. આ સેમિનાર દરમ્યાન સાયબર પી.એસ.આઇ. એચ.કે.ઝાલા એ સાયબર સિક્યુરિટી ઇન એકાઉન્ટન્સી વિષય પર તેમજ અન્ય વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમ જેવા કે, વીશીંગ કોલ, ફીશીંગ મેઇલ, ફેક શોપીંગ વેબસાઇટ, ક્યુઆર કોડ સ્કેમ વિગેરે બાબતે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવારની સમજ આપવામાં આવી હતી તેમજ તેનાથી બચવાના ઉપાયો અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સાયબર ક્રાઈમ અવેરનેસ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સેમિનાર દરમિયાન વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા વેબસાઇટ્સના સિક્યુરિટી સેટિંગ અને માહિતી આપવામાં આવી તેમજ સોશિયલ એન્જિનિયરિંગ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત સાયબર હેલ્પલાઇન વિશે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર તેમજ વોટ્સએપ ચેનલ પેજ પર નવી માહિતી શૅર કરીને, લોકોને સતત સાયબર ફ્રોડની નવી નવી ઘટનાઓ વિશે માહિતગાર કરવામાં આવે છે. આ સેમિનારમાં સીએ. જયદીપ રાયમંગિયા, (સેક્રેટરી જામનગર સીએ બ્રાંચ), સીએ.મોહમ્મદ શફી કુરેશી, (ઉપ પ્રમુખ જામનગર સીએ બ્રાંચ) સીએ. વિશાલ સાકરિયા(પ્રમુખ, જામનગર સ્ટુડન્ટ્સ બ્રાંચ), સીએ. દિપક દામા, (મેનેજિંગ કમિટીના સભ્ય જામનગર સીએ બ્રાંચ) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :