વડોદરા પોલીસે 6 ડિટેન્શન સેન્ટર શરૃ કર્યા, IB,ATS,CID જેવી એજન્સીઓ દ્વારા 14 બાંગ્લાદેશીની પૂછપરછ
વડોદરાઃ વડોદરા પોલીસ દ્વારા પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ચાલી રહેલી ઝંુંબેશમાં ટ્રેનમાંથી પકડાયેલા ૫ બાંગ્લાદેશીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
વડોદરા પોલીસે ત્રણ દિવસની તપાસ દરમિયાન કુલ ૯ બાંગ્લાદેશીને શોધી કાઢ્યા છે.જ્યારે,બે દિવસ પહેલાં રેલવે પોલીસે ટ્રેનમાંથી ૨ પુરુષ,૧ મહિલા અને ૨ બાળકને પકડયા હતા.જે તમામ બાંગ્લાદેશી હતા.આમ, વડોદરામાં પકડાયેલા કુલ ૧૪ બાંગ્લાદેશીઓની તપાસ કરવામાં આવી રહી છે.
કમિશનરે કહ્યું છે કે,બાંગ્લાદેશીઓની તપાસ માટે વડોદરામાં હાલપુરતા વિવિધ પોલીસ સ્ટેશનમાં કામચલાઉ છ ડિટેન્શન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.જેમાં જે પી રોડ, અકોટા, એસઓજી,કપૂરાઇ,મકરપુરા અને રેલવે હેડ ક્વાર્ટરનો સમાવેશ થાય છે.
બાંગ્લાદેશીઓની તપાસમાં વડોદરા પોલીસની જુદીજુદી ટીમો,ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત આઇબી,એટીએસ,સીઆઇડી અને અન્ય ગુપ્તચર એજન્સીઓ જોડાઇ છે.ત્યારબાદ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરવા માટે ભૂજના ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવશે.
વડોદરામાં ક્યાંથી કેટલા બાંગ્લાદેશી મળ્યા,ક્યા સેન્ટરમાં લઇ જવાયા
ડિટેન્શન સેન્ટર સંખ્યા
જે પી રોડ ૨ મહિલા
અકોટા ૧ મહિલા
કપૂરાઇ ૧ મહિલા
મકરપુરા ૨ પુરૃષ
એસઓજી ૧ પુરૃષ,૧ મહિલા અને ૧ બાળક
રેલવે હેડક્વાર્ટર ૨ પુરુષ,૧મહિલા અને ૨ બાળક