Get The App

અઠવાલાઇન્સ પોલીસલાઇનમાં પોલીસ કર્મચારીના કૉલેજીયન પુત્રનો આપઘાત

Updated: May 5th, 2025

GS TEAM


Google News
Google News
અઠવાલાઇન્સ પોલીસલાઇનમાં પોલીસ કર્મચારીના કૉલેજીયન પુત્રનો આપઘાત 1 - image


- 'મને બો ઇચ્છા થાય ફરવાની પણ કશે ફરાય નહી'

- ઘરના બેડરૃમમાં ફાંસો ખાતા પહેલા ચિંતવકુમાર ચૌધરીએ સ્યુસાઇડ નોટમાં લખ્યું, મને ગાડી ચલાવતા આવડતું નથી

સુરત, :

મને ગાડી ચલાવતા નથી આવડતુ, મારી પણ બોજ ઇચ્છા થાય ફરવાની પણ મારીથી કશે ફરાય નહી, જેવી સ્યુસાઇડ નોટ લખીને અઠવા લાઇન્સ ખાતે  શહેર પોલીસ કર્મીનો બી.એના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા પુત્રએ રવિવારે સાંજે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી.

ગાડી ચલાવતા આવડતું ન હોવાથી તેને લઇને ભવિષ્યમાં થનારી સમસ્યાની ચિંતા અને તણાવમાં કૉલેજીયન યુવાને જીવન ટુંકાવી લેતા ભારે ચક્ચાર મચી છે. નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અઠવા લાઇન્સ ખાતે સર્કિટ હાઉસની બાજુમાં પોલીસ લાઇનમાં રહેતો ૨૩ વર્ષીય ચિંતવકુમાર ભાવસિંગ ચૌધરીએ રવિવારે સાંજે ઘરમાં બેડરૃમમાં લોખંડના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતું.

ચિંતવકુમારનો પરિવાર મુળ સુરત જીલ્લામાં માંડવી તાલુકામાં ફુલવાડીગામનો વતની છે. ચિંતવકુમાર અઠવા લાઇન્સ ચોપાટી ખાતેની એમ.ટી.બી આર્ટસ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.  તેના પિતા શહેર પોલીસમાં અશ્વદળમાં (ઘોડા દળ) ફરજ બજાવે છે.

- ગાડી વગર જીવવાનું બો અઘરું છે, આટલું જીવતા ફાંફા પડી ગયા હજુ તો કેટલું લાંબુ જીવવાનું !

ચિંતવકુમાર સ્યુસાઇડ નોટમાં લખ્યુ હતુ કે, મારુ નામ ચૌધરી ચિંતવકુમાર ભાવસીંગભાઇ મારી મરજીથી આત્મહત્યા કરુ છુ. મે કોઇના દબાણ મા કે કોઇના કહેવાથી આત્મહત્યા નથ ી કરતો, હું પોતાની મરજીથી આત્મહત્યા કરુ છું, મેને ગાડી ચલાવતા નથી આવડતુ, મારી પણ બોજ ઇચ્છા થાય ફરવાની પણ મારીથી કસે ની ફરાય, ગાડી વગર મને ફરવાનો  બોજ સોક પણ ગાડી વગર કસે મેડ નહી ખાય મારી એટલે મારો બોજ જીવ બળે મને ગાડી ચલાવતા આવડતુ  હતે ને અભણ રહેતે તો પણ જીવાની હિમત કરી લેતે, પણ ગાડી વગર જીવવાનું બોજ અગરુ છે, મને આટલુ જ જીવતા ફાફા પડી ગયા તો અજુતો કેટલુ લાબુ જીવન જીવવાનું છે. એ કેવી રીતે મે જીવા, અમના તો મે  બધુ સહન કરી લેવ, પણ લગ્ન પછી મારી ઘરવાડીને કઇ રીતે ખુશ રાખા, એને કોઇ લગ્ન પ્રસંગ કે કોઇ પણ ઘરનો પ્રસંગ હોય તે મે કાથી એને લઇ જાવ અને કા દરવકતે રીક્ષા કે બસ થોડુ લઇ જવાય એને પણ આશા હોય ને કે મે મારા ઘરવાડો મને ગાડી પર બેસાડી ને બધે ફરવે અને ખબર પડી કે મને કેટલુ દુઃખ લાગે, એને કરતા અભણ જોડે લગ્ન કરતે ખુશ રેતે બે ટાઇમ ખવડાવતે ને ગાડી પર ફરવાની લઇ જતે.

Tags :