વિસતમાં આવેલા શુકન મોલમાં આવેલા કુમકુમ હોટલના વિડીયો મામલે તપાસના આદેશ
ગેસ્ટ હાઉસમાં દરેક રૂમમાં સંચાલક યુવતીઓને રાખીને ગ્રાહકોને બતાવતો વિડીયોએ કૌભાંડની પોલ ખુલી હતી
વેલ્વેટ વેલી નામના સ્પાનું સંચાલન પણ એક્સ આર્મી ઓફિસરના માણસો દ્વારા જ કરવામાં આવે છે!
અમદાવાદ,સોમવાર
અમદાવાદમાં ગેસ્ટ હાઉસમાં પોલીસની રહેમનજર હેઠળ ગેસ્ટ હાઉસમાં દેહવિક્રયના કારોબાર બેરોકટોક ચાલે છે. તેવામાં વિસતમાં આવેલા શુકન મોલ સ્થિત કુમકુમ ગેસ્ટ હાઉસનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં ગેસ્ટ હાઉસનો સંચાલક ત્યાં દરેકનો રૂમનો દરવાજો ખોલીને તેમાં રહેલી યુવતી અને મહિલાઓને બતાવે છે. આ વિડીયોએ ચાંદખેડા પોલીસ સ્ટેશન જ નહી પણ સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓને સંડોવણીને ખુલ્લી કરી હતી.
સાથેસાથે ચોંકાવનારી વિગતો એવી પણ બહાર આવી હતી કે ગેસ્ટ હાઉસનો સંચાલક એક્સ આર્મી ઓફિસર છે. જે દેહવિક્રયનો કારોબાર તેના દલાલો મારફતે ચલાવી રહ્યો છે. જેથી આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ થતા તેમણે ગંભીરતા દાખવીને તપાસના આદેશ આપ્યા છે.
ચાંદખેડા-વિસત હાઇવે પર આવેલા શુકન મોલ સ્થિત કુમકુમ હોટલનો એક વિડીયો થોડા દિવસ પહેલા વાયરલ થયો હતો. જેમાં એક ગ્રાહક ગેસ્ટ હાઉસમાં જાય છે અને સારી સર્વિસ મળે તેવી યુવતી માટેની વાત કરે છે. ત્યારે ગેસ્ટ હાઉસનો સંચાલક તેને એક નહી અનેક સારી યુવતીઓ છે તેમ કહીને એક પછી એક રૂમ ખોલે છે અને એક રૂમમાં એક યુવતીઓ હોય છે. ત્યારે આ વિડીયો અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ થતા ચોકાવનારી વિગતો સામે આવી હતી કે એક્સ આર્મી મેન આ ગેસ્ટ હાઉસમાં દેહવિક્રયનો કારોબાર ચલાવનાર મુખ્ય માસ્ટર માઇન્ડ છે અને તે પોલીસની રહેમનજર હપતાખોરી કરીને આ કારોબાર છેલ્લાં અનેક મહિનાઓથી ચલાવે છે.
સાથેસાથે એવી પણ વિગતો આવી છે તે વેલ્વેટ વેલી નામના સ્પાનું સંચાલન પણ એક્સ આર્મી ઓફિસરના માણસો દ્વારા જ કરવામાં આવે છે.આ વિડીયો અને સ્પાની વિગતોને ગંભીરતાથી લઇને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. જેમાં સંચાલકો વિરૂદ્ધ આકરા પગલા લેવાની સાથે સંડોવાયેલા એજન્ટો વિરૂદ્ધ પણ કાર્યવાહીની સુચના અપાઇ છે.