Gujarat

પતિની હત્યા કરનાર ગુલબાનુના ગલ્લાંતલ્લાં,પ્રેમી તૌસિફના મામા વિશે જાણતી નથી..મહેતાબે ફાંસો આપ્યો હતો

By GS TEAM
26 Nov 20251 min read
પતિની હત્યા કરનાર ગુલબાનુના ગલ્લાંતલ્લાં,પ્રેમી તૌસિફના મામા વિશે જાણતી નથી..મહેતાબે ફાંસો આપ્યો હતો

વડોદરાઃ તાંદલજામાં પતિની હત્યા કરવાના ચકચારી બનાવમાં પકડાયેલી પત્ની ગુલબાનુ ને સાથ આપનાર પ્રેમી અને તેના મામાને શોધવા માટે પોલીસની ટીમો દોડધામ કરી રહી છે.

તાંદલજાના ચોતરાવાળા ફળિયામાં રહેતી ત્રણ સંતાનની માતા ગુલબાનુએ મુંબઇમાં રહેતા પ્રેમી તૌસિફને પામવા માટે પતિની હત્યા કરતાં જે પી રોડ પોલીસ  દ્વારા તેને રિમાન્ડ પર લેવાઇ છે.પરંતુ ફરાર થઇ ગયેલા તેના પ્રેમી તૌસિફ અને તેના મામાનો કોઇ પત્તો લાગતો નથી.

ડીસીપી મંજીતા વણઝારાની દોરવણી હેઠળ પોલીસની ટીમો બનાવના પુરાવા એકત્રિત કરી રહી છે.જે દરમિયાન પોલીસને તૌસિફ વિશે વિગતો મળી છે.પરંતુ ઇર્શાદના ગળે દુપટ્ટો લપેટી ફાંસો આપનાર તૌસિફના મામા મહેતાબ વિશે હજી નક્કર માહિતી હાથ લાગી નથી અને ગુલબાનુ પણ તેના વિશે મોં ખોલતી નથી.જેથી તૌસિફ પકડાય ત્યાર પછી મહેતાબ વિશે વધુ માહિતી ખૂલશે.આ ઉપરાંત પોલીસ આરોપીઓના મોબાઇલની કોલ્સ ડીટેલ પણ ચેક કરી રહી છે.