Get The App

પાટડી શહેરમાં ખાનગી વાહનો સામે કાર્યવાહી કરવામાં પોલીસની ઉપેક્ષા

Updated: Oct 15th, 2025

GS TEAM

Google News
Google News
પાટડી શહેરમાં ખાનગી વાહનો સામે કાર્યવાહી કરવામાં પોલીસની ઉપેક્ષા 1 - image

પોલીસની વ્હાલા દવલાની નીતિ

બાઈક અને રિક્ષા ચાલકોને કાયદો બતાવતી પોલીસના બસ સ્ટેન્ડ પાસે કાર્યવાહી કરવામાં આંખ આડા કાન

પાટડીદસાડા તાલુકાના પાટડીમાં ખારાઘોડા રોડ પર ભારે વાહનો અને ચાર રસ્તા પાસે મુસાફરોનું વહન કરતા ખાનગી વાહનો વિરુદ્ધ પોલીસ તેમજ તંત્ર દ્વારા કાર્યવાહીની અનેક વખત માંગ ઉઠવા પામી છે. પરંતુ પાટડી પોલીસ દ્વારા આ અંગે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

પાટડી પોલીસ મથકના પોલીસ અંદાજે દસ બાર દિવસથી ટ્રાફિક નિયમન પાલનમાં એકને ગોળ અને બીજાને ખોળ જેવી કામગીરી કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરમાં આવતા રિક્ષાચાલક, શ્રમિક લોકો જેમના બાઈક પણ વર્ષોે જૂના હોય તેવા વાહન ચાલકોને મેમો ફટકારી દંડ ફટકારવા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ખાનગી વાહનો બસ સ્ટેન્ડ પાસે મુસાફરોનું વહન કરે છે છતાં તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી.

નિયમ મુજબ હેડ કોસ્ટેબલથી ઉપરના હોદાના કર્મચારી જ મેમો આપી શકે છે પરંતુ પાટડી પોલીસ મથકના કોન્સ્ટેબલ ટીઆરબી અને હોમગાર્ડને સાથે રાખી મેમો ફટકારવાની કામગીરી કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ અંગે ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.