Gujarat
ગોરવામાં પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરનાર 8 વર્ષે અને જવાહરનગરનો અપહરણકાર 23 વર્ષે પકડાયો
By GS TEAM
8 Nov 20251 min read

વડોદરાઃ શહેરમાં અપહરણના બનેલા જુદાજુદા બે બનાવના આરોપીઓ લાંબાસમય બાદ પોલીસને હાથ લાગ્યા છે.
ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઠ વર્ષ પહેલાં પાંચ વર્ષની બાળકીના અપહરણનો બનાવ બન્યો હતો.જેમાં દિનેશ મંગળાભાઇ ડામોર(મોટા મસ્કા,બાંસવાડા, રાજસ્થાન) ને શોધવા પોલીસની ટીમો કામે લાગી હતી.ડીસીપી ઝોન-૧ના સ્કવોડને આરોપી વિશે માહિતી મળતાં રાજસ્થાન ખાતેેના વતનમાંથી તેને ઝડપી પાડયો હતો.
આવી જ રીતે જવાહરનગર વિસ્તારમાં પણ વર્ષ-૨૦૦૨માં એક સગીરાનું અપહરણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી..જેમાં આરોપી મહેન્દ્ર રામકુમાર જોષી(અહમદનગર, મહારાષ્ટ્ર, મૂળ રાજસ્થાન)નો પત્તો લાગતો નહતો.આરોપી બાજવા વિસ્તારમાં આવ્યો હોવાની વિગતો મળતાં જવાહરનગર પોલીસની ટીમોએ વોચ રાખી તેને ઝડપી પાડયો હતો.








