જામનગરમાં ચેક રિટર્ન અંગેના કેસમાં સજા પામેલા બે ફરારી આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા
જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગોકુલ નગર નજીક મારુતિ નગરમાં રહેતા જેન્તીભાઈ દેવજીભાઈ ચોવટીયા કે જેની સામે ચેક રિટર્ન અંગેના અલગ અલગ બે કેસ નોંધાયા હતા, જેમાં તેને સજા થઈ હતી.
આ ઉપરાંત ઢીંચડા રોડ પર યોગેશ્વર ધામ સોસાયટીમાં રહેતા કુલદીપસિંહ ભરતસિંહ જાડેજા સામે પણ ચેક રિટર્ન અંગે નો કેસ નોંધાયો હતો, અને તેમાં તેને સજા થઈ હતી.
ઉપરોક્ત સજા પામેલા બંને આરોપીઓ નાસ્તા ફરતા રહ્યા હોવાથી સીટી સી. ડિવિઝન પોલીસે વોચ ગોઠવી, બંને આરોપીઓને ઝડપી લીધા છે, અને અદાલત સમક્ષ રજૂ કરાયા બાદ બંનેને જેલ હવાલે કરી દીધા છે.