Get The App

જામનગર તાલુકાના પસાયા ગામની સીમમાં બાવળની ઝાડીમાં બાઈક સંતાડી રહેલા તસ્કરને બે ચોરાઉ બાઈક સાથે પોલીસે ઝડપી લીધો

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર તાલુકાના પસાયા ગામની સીમમાં બાવળની ઝાડીમાં બાઈક સંતાડી રહેલા તસ્કરને બે ચોરાઉ બાઈક સાથે પોલીસે ઝડપી લીધો 1 - image

જામનગરના ગ્રામ્ય વિસ્તારમાંથી તાજેતરમાં એક મોટરસાયકલ ચોરી થઈ ગયું હતું, જે અંગે જામનગરના પંચકોસી એ. ડિવિઝન પોલીસ મથકમાં બાઈક ચોરી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી અને પોલીસ ટુકડી બાઈક ચોરને શોધી રહી હતી.

જે દરમિયાન પસાયા ગામની સીમમાં બાવળની ઝાળીમાં પેરવી કરી રહ્યો છે, તેવી બાતમીના આધારે પંચકોશી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો.જે દરોડા દરમિયાન મૂળ દાહોદના વતની અને હાલ પસાયા ગામની સીમમાં એક પટેલ ખેડૂતની વાડીમાં ખેત મજૂરી કામ કરતા મહેન્દ્ર કનુભાઈ નીનામા નામના ભીલ જ્ઞાતિના શખ્સને અટકાયતમાં લઈ લીધો હતો, અને તેની પાસેથી બે ચોરાઉ મોટરસાયકલ કબજે કર્યા હતા.

જે બન્ને બાઇક તેણે બાવળની ઝાડીમાં સંતાડેલા હતા. જેમાં એક બાઈક કે જે પંચકોસી એ. ડિવિઝન પોલીસ મથકના એરિયામાંથી ચોરી થયું હતું, જ્યારે બીજું બાઈક અમદાવાદમાંથી ચોરી કરી લીધું હોવાનું કબૂલ્યું છે. જેની પોલીસ દ્વારા ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.