પોલીસે ચાકુ લઈ ફરતા શખ્સને ઝડપી પાડ્યો

આજે મળસ્કે કપૂરાઈ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે સમયે સવિતા હોસ્પિટલ નજીક શરણમ કોમ્પ્લેક્સ પાસે એક શંકાસ્પદ શખ્સની તલાસી લેતા તેની પાસેથી બટન વડે ખોલ બંધ થાય તેવું ચાકુ મળી આવ્યું હતું. પોલીસે ચાકુ કબ્જે કરી આરોપી 18 વર્ષીય વંશ ઉર્ફે વીરુ અશોકભાઈ ઠક્કર (રહે - રણછોડ પાર્ક સોસાયટી, ઉકાજી વાડિયાની સામે) વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.