Gujarat

શહેરમાં શ્રાવણીયો જુગાર રમતા ૯૬ જુગારીઓ પોલીસે ઝડપી પાડયા

By GS TEAM
16 Aug 20253 mins read
શહેરમાં શ્રાવણીયો જુગાર રમતા ૯૬ જુગારીઓ પોલીસે ઝડપી પાડયા

વડોદરા, જન્માષ્ટમી નિમિત્તે જુગાર અંગે પોલીસે ત્રણ દિવસ સુધી દોડધામ કરી શ્રાવણીયો જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રણ દિવસ દરમિયાન પોલીસે શહેરના અલગ - અલગ  ૧૯ સ્થળે પોલીસે જુગારની રેડ પાડીને ૯૬ જુગારીઓને ઝડપી પાડી ૬.૬૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

(૧) સમા સંજય નગર ખુલ્લા ખેતરમાં જુગાર રમતા  ૯ જુગારીઓને સમા પોલીસે ઝડપી પાડી ૭૨,૩૮૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.(૨) માંજલપુર જ્યુપિટર ચાર રસ્તા પાસે જુગાર રમતા ત્રણ જુગારીઓને પોલીસે ઝડપી પાડી  રોકડા ૨૦,૧૦૦ રૃપિયા કબજે કર્યા છે.(૩) સાંકરદા ગામ ઉંડીપુરા ખુલ્લા ખેતરમાં જુગાર રમતા ૪ જુગારીઓને નંદેસરી પોલીસે ૧૨,૩૬૦ રૃપિયાની મતા સાથે ઝડપી પાડયા છે.(૪) મકરપુરા ઝવેરનગર સામે શાલીગ્રામ સોસાયટીની દીવાલ પાસે જુગાર રમતા ૪ જુગારીઓને મકરપુરા પોલીસે ઝડપી પાડી ૨૧,૨૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.(૫) નવાયાર્ડ લાલપુરા ગામે જુગાર રમતા ૪ જુગારીઓને ફતેગંજ પોલીસે ૧.૨૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.(૬) માંજલપુર મોનાલિસા  પાસે જુગાર રમતા ૪ જુગારીઓને માંજલપુર પોલીસે ઝડપી પાડી ૩૭,૫૫૦ રૃપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.(૭) મકરપુરા ડેપો પાછળ મંદિરના ઓટલા પર જુગાર રમતા પાંચ જુગારીઓને મકરપુરા પોલીસે ઝડપી પાડી ૨૮,૨૫૦ રૃપિયાના મુદ્દામાલ કબજે કર્યો છે.(૮) સમા સંજય નગરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૮ જુગારીઓને સમા  પોલીસે ઝડપી પાડી ૧૦,૮૫૦ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યોે છે.(૯) વાસણા ગામ તળાવ પાસે  જુગાર રમતા ૮ જુગારીઓને પીસીબી  પોલીસે ઝડપી પાડી ૪૨,૩૨૦ રૃપિયાની મતા કબજે કરી છે.(૧૦) નંદેસરી નજીક રઢિયાપુરા ગામે જુગાર રમતા ૬ જુગારીઓને નંદેસરી  પોલીસે ઝડપી પાડી ૧૨,૭૨૦  રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.(૧૧) સાંકદર ગામ તળાવ પાસે જુગાર રમતા ત્રણને પોલીસે ઝડપી પાડયા હતા.  પોલીસે જુગારીઓ પાસેથી ૧૦,૦૯૦ રૃપિયાનો મુદ્દામાલ પકડી પાડયો છે.(૧૨) નંદેસરી ફાટકથી પહેલા રૃપાપુરા ગામની સીમમાં ખેતરમાં જુગાર રમતા ૧૧ જુગારીઓને પી.સી.બી.  પોલીસે ઝડપી પાડી  કુલ રૃપિયા ૧.૭૯ લાખની મતા કબજે કરી છે.(૧૩) વાઘોડિયા રોડ હીરાબા નગર પાસે જુગાર રમતા ચાર આરોપીને બાપોદ પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે જુગારીઓ પાસેથી ૨૨,૫૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.(૧૪) વાઘોડિયા ચોકડી રંગ વાટિકા પાસે જુગાર રમતા બે જુગારીઓને ઝડપી પાડી ૧,૩૩૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે.(૧૫) સયાજીગંજ ભવાની નગરની  પાછળ વિશ્વામિત્રી નદીના કોતર પાસે જુગાર રમતા પાંચને  ૨,૨૪૦ રૃપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.(૧૬) વાઘોડજિયા રોડ સોનપુર વુડાના મકાન પાસે જુગાર રમતા ૪ જુગારીઓને પોલીસે ઝડપી પાડી ૩૨,૬૮૦  રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.(૧૭) અનગઢ ગામ ખુલ્લા ખેતરમાં જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડી ૫,૮૪૦ રૃપિયાની મતા કબજે કરી છે.(૧૮) ખોડિયાર નગર વુડાના મકાન પાસે જુગાર રમતા ત્રણ જુગારીઓને પોલીસે ઝડપી પાડી ૧૦,૯૨૦ રૃપિયાનો મુદ્દામાલ પકડી  પાડયો છે.(૧૯) સિટિ પોલીસે કૂતરાવાડી નવા ફળિયાની ગલીમાં જુગાર રમતા ચાર આરોપીઓને ૧૪,૧૭૦ રૃપિયાની મતા  સાથે ઝડપી પાડયા છે.