Jamnagar Police : જામનગરમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ હેઠળ સજા પામેલ અને નાસ્તા ફરતા બે આરોપીઓને પંચકોશી એ.ડિવી.પો.સ્ટે.ની ટીમે પૂર્વ બાતમીના આધારે ઝડપી લીધા છે.
જામનગરના પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પૂર્વ બાતમીના આધારે આરોપી સુનિલ ભાવેશભાઈ નકુમ નામના શખ્સને ઝડપી લેવાયો છે. આ આરોપીને કોર્ટ દ્વારા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ અન્વયે તકસીરવાર ઠરાવી છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જે આરોપી સુનિલ નકુમ (રહે. રામેશ્વર ટેનામેન્ટ-હાપા તા.જી.જામનગર) ને ત્યાં પોલીસ ટીમે દરોડો પાડીને ઝડપી લઈને જામનગર જીલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પૂર્વ બાતમીના આધારે આરોપી આનંદ વિજયભાઈ રણોલીયા નામના શખ્સને ઝડપી લેવાયો છે.
આ આરોપીને ચોથા એડી ચીફ જ્યુડી. મેજી.ની કોર્ટ દ્વારા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ અન્વયે તકસીરવાર ઠરાવી એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરી આરોપી આનંદ વિજયભાઈ રણૉલીયા (રહે. વેલનાથ સોસાયટી મેઇન, બજાર હાપા તા. જી.જામનગર) હાપા બસ સ્ટેન્ડના ઢાળીયા પાસે ઉભો હોવાની હકીકત મળતા, પોલીસે ટીમે દરોડો પાડીને આરોપીને હસ્તગત કરી જામનગર જીલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.


