Get The App

હરણી બોટ દુર્ઘટનામાં ભ્રષ્ટાચાર જવાબદાર હોવાની ફરિયાદ પોલીસે દફતરે કરી

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
હરણી બોટ દુર્ઘટનામાં ભ્રષ્ટાચાર જવાબદાર હોવાની ફરિયાદ પોલીસે દફતરે કરી 1 - image


હરણી બોટ દુર્ઘટનામાંભ્રષ્ટાચાર જવાબદાર હોવાના આક્ષેપ સાથે તત્કાલી મ્યુ. કમિશનર સહિતના 12થી વધુ વ્યક્તિઓ સામે કોગ્નિઝેબલ ગુનો દાખલ કરવાની અપક્ષ કાઉન્સિલરની ફરિયાદ નવાપુરા પીઆઈએ દફતરે કરી હતી.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષિકા સહિત 14 લોકો તળાવમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા. તત્કાલીન મ્યુ. કમિશનર એ મે. કોઠીયા પ્રોજેક્ટને વાર્ષિક રુ .1 ના ટોકને આખો પ્રોજેક્ટ આપવાનો પ્રપોઝલ રજૂ કર્યું હતું. ભાગીદારો પૈકી કોઈને પણ ભૂતકાળમાં તળાવ વિકાસ બાબતનો અનુભવ ન હતો. પેઢી ઊભી કરી કોન્ટ્રાક્ટ ફાળવવામાં માસ્ટરમાઈન્ડ છે. તા. 05/10/15ના રોજ ટેન્ડરની બિડિંગ પ્રક્રિયામાં એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ કોટિયા પ્રોજેક્ટે રજૂ કર્યું હતું. જ્યારે આ પેઢી તા. 09/10/15ના રોજ અસ્તિત્વમાં આવી હતી.  આ પેઢીને કોઈ અનુભવ ન હોવા છતાં ઈ વેલ્યુએશન રિપોર્ટ ઓકે લખી તૈયાર કર્યો હતો. કોઠીયા પ્રોજેક્ટ ભાગીદારી પેઢીનું અસ્તિત્વ તા. 09/10/15ના રોજ થયું હતું. અને તા. 31/05/15ના રોજ સુધી કરોડો રૂપિયાનું ટર્નઓવર દર્શાવ્યું છે. આ પેઢીને 30 વર્ષ માટે પ્રતિ વર્ષ રૂ.3,01,111 ના લેખે પ્રીમિયમની દરખાસ્ત સ્થાયી સમિતિ અને સામાન્ય સભામાં મંજૂરી માટે રજૂ થઈ હતી. સ્થાયી સમિતિના તમામ સભ્યો તથા 69 કાઉન્સિલરોએ સર્વાનુમતે દરખાસ્ત મંજૂર કરી હતી. જેથી તમામ કાઉન્સિલરોના નિવેદન લઇ તટસ્થ તપાસ કરવામાં આવે. તા.08/09/16ના roj પ્રોજેક્ટ મંજૂર થાય તે પહેલા તા. 29/08/16ના રોજ કોટિયા પ્રોજેક્ટના લેટર પેડમાં હરણી લેક્ઝોનનો ઉલ્લેખથી સમગ્ર કૌભાંડ સ્પષ્ટ થાય છે. પ્રોજેક્ટના સુપરવિઝનની જવાબદારી ધરાવતાની ફરજ નિભાવી નથી.

આ સમયગાળાના અન્ય પીપીપી પ્રોજેક્ટની પણ તપાસની માંગ કરી હતી

ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, હરણી મોટનાથ તળાવ ઉપરાંત વેદ ટ્રાન્સક્યૂબ મોલ, જન્મહેલ પેલેસ, અતાપી વન્ડરલેનની જગ્યાઓનું પીપીપી ધોરણે ડેવલોપમેન્ટ થયું હોય આ તમામ યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે કે નહીં?તેની તપાસ થવી જરૂરી છે.

પીઆઇએ અરજી દફતરે કરી મ્યુ. કમિશનર ઓફિસનો સંપર્ક કરવા જણાવ્યું

નવાપુરા પીઆઈ  સમજયાદીમાં અરજી દફતરે કરતા જણાવ્યું હતું કે, અત્રેના પોલીસ સ્ટેશનમાં આ બાબતે કોઈ અરજી કે ફરિયાદ મ્યુ. કમિશનર કાર્યક્ષેત્ર માંથી આવી નથી. જેથી આ અરજી સંદર્ભે કોઈ કાર્યવાહી કરવાની થતી નથી. જે અંગેનો રિપોર્ટ મ્યુ. કમિશનરને મોકલી આપેલ હોય અરજી અંગેની કાર્યવાહી બાબતે મ્યુ. કમિશનર કચેરીનો સંપર્ક કરવો.


Tags :