Get The App

અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકને પકડવા પોલીસે તપાસ હાથ ધરી

Updated: Jan 26th, 2026

GS TEAM

Google News
Google News
અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકને પકડવા પોલીસે તપાસ હાથ ધરી 1 - image

- સુરેન્દ્રનગર- લીંબડી રોડ પર વાહનની અડફેટે રાહદારીનું મોત 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર- લીંબડી રોડ પર આજણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. આ મામલે પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસમાં હાથ ધરી છે.

  સુરેન્દ્રનગર-લિંબડી રોડ પર પર વઢવાણ પાસે પૂરઝડપે જઈ રહેલા અજાણ્યા વાહને રાહદારી વ્યક્તિને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક નાસી છૂટયો હતો. આ બનાવની જાણ થતા લોકોના ટોળે ટોળા તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી હતી અને અજાણ્યા વ્યક્તિના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે હાલ પોલીસે અકસ્માત સર્જી નાસી છુટેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.