સ્કોપયોને શેરથા પાસે આંતરી પોલીસે રૃપિયા ૪.૨૭ લાખનો દારૃ પકડી પાડયો

મહેસાણાથી અડાલજ થઇ અમદાવાદ જતી
વિદેશી દારૃની બોટલો,
બિયરના ટીન, મોબાઇલ
ફોન અને ગાડી સહિતનો ૧૪.૩૨ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો
ગાંધીનગર : આગામી મહિનામાં જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યાં હોવાના કારણે બુટલેગરો પણ સક્રિય થયાં છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ૨ને એવી બાતમી મળી હતી, કે વિદેશી દારૃનો જથ્થો ભરીને એક ગાડી મહેસાણા તરફથી અડાલજ થઇને અમદાવાદ જવાની છે. તેના પગલે શેરથા પાસે વોચ ગોઠવીને આ ગાડીને આંતરી લેવાઇ હતી. તલાસી લેતાં સ્કોપયો ગાડીમાંથી ૪.૨૭ લાખનો દારૃ મળી આવતા તેના ચાલકની ધરપકડ કરાઇ હતી.
ક્રાઇમ બ્રાન્ચ ૨ના ઇન્સપેક્ટર એચ. પી. પરમારના જણાવ્યા
પ્રમાણે પોલીસની ટીમ દ્વારા રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ચોટન તાલુકાના બાંકાના
ધારાસર ગામના રહેવાસી દિનેશ વાઘારામ ચૌધરીની ધરપકડ કરીને તેના કબ્જામાં રહેલી
ગાડીમાંથી ૧૩૩૨ નંગ વિદેશી દારૃની બોટલો અને બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત મોબાઇલ ફોન અને ગાડી સહિતનો ૧૪.૩૨ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો
હતો. આરોપીની પૂછપરછ કરવામાં આવતાં તેણે જણાવ્યુ હતું, કે ઇકબાલગઢ પાસે
તેણે પોતાની ગાડી એક માણસને આપી હતી અને તે દારૃની બોટલો અને બિયરના ટીન ભરીને
લાવ્યો હતો. જે અમદાવાદમાં રીંગરોડ પર દેવારામ હીરારામ જાટ નામના વ્યક્તિને આપવાનો
હતો. પરંતુ તેના પહેલા આરોપીને ગાંધીનગરના શરથા ગામ પાસેથી દારૃના જથ્થા સાથે ઝડપી
લેવામાં આવ્યો હતો.








