Gujarat
થર્ટી ફર્સ્ટની ઉજવણીને અનુલક્ષીને પોલીસની હોટલ સંચાલકો સાથે મીટિંગઃCCTV ચાલુ કરાવી લેવા તાકિદ
By GS TEAM
17 Dec 20251 min read

વડોદરાઃ શહેર પોલીસ દ્વારા થર્ટીફર્સ્ટની ઉજવણીને અનુલક્ષીને હોટલના સંચાલકો સાથે મીટિંગ કરી સૂચનાઓ આપવામાં આવી હતી.
થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે હેતુથી એસીપી ડી જે ચાવડા અને સયાજીગંજના પીઆઇ સહિતના અધિકારીઓએ હોટલના સંચાલકો સાથે મીટિંગ યોજી સીસીટીવી કેમેરાની ચકાસણી કરી લેવા કહેવાયું હતું.
આ ઉપરાંત પોલીસે હોટલમાં રોકાતા હોય તેવા લોકોના પુરાવા પોલીસની પથિક એપમાં અપલોડ કરવા અને કોઇ પણ ગુનાઇત કૃત્ય થતું હોય તો તત્કાળ પોલીસનો સંપર્ક કરવા સૂચના આપી હતી.








