Get The App

રાજકોટના તમામ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર બદલી દેવાયા

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટના તમામ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર બદલી દેવાયા 1 - image

બદલી પામેલા મોટાભાગના PIને છુટ્ટા કરી દેવાયા : સ્પેશ્યલ, લાયસન્સ અને MOB શાખામાં પણ નવા PIની નિમણુંક કરાઈ

રાજકોટ, : તાજેતરમાં રાજકોટના ઘણા પીઆઈની બદલી થઈ હતી. જેમાંથી મોટાભાગનાઓને છૂટ્ટા કરી દેવાયા છે. તેમની જગ્યાએ નવા આવેલા પીઆઈની નિયુક્તિ કરવામાં આવી છે.જે પીઆઈની બદલી થઈ ન હતી તેમની આજે આંતરિક બદલી કરવામાં આવી હતી. જેના પગલે શહેરના તમામ પોલીસ મથકનાં પીઆઈ બદલાઈ ગયા છે. 

એ-ડિવિઝનમાં જે.વી. વાઢીયા, ગાંધીગ્રામમાં હર્ષાબેન ગઢવી, બી-ડિવિઝનમાં જી. આર. ચૌહાણ, ભક્તિનગરમાં જે. ડી. પરમાર, તાલુકામાં એસ. આર. મેઘાણી, મહિલા પોલીસમાં શિતલબેન બુટીયા, કુવાડવામાં વી. આર. વસાવા, પ્ર.નગરમાં એમ. ડી. મકવાણા, થોરાળામાં એસ. પી. સોઢા, માલવિયાનગરમાં જે. એમ. કૈલા, એરપોર્ટમાં કે. પી. તરેટીયા, આજી ડેમમાં એચ. એન. પટેલ અને સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફર્સ્ટ પીઆઈ તરીકે ડી. એમ. હરિપરાને મુકવામાં આવ્યા છે. 

ગાંધીગ્રામ-2ના પીઆઈની ખાલી પડેલી જગ્યા ઉપર કોઈ નિમણુંક કરાઈ નથી. સ્પેશ્યલ શાખામાં ડો.અનસુયાબેન વરચંદ, એમઓબીમાં આર. ડી. પરમાર,  એએચટીયુમાં કે. કે. ગોહિલ, લાયસન્સ બ્રાંચમાં એમ. ડી. વાછાણી, સાયબર ક્રાઈમમાં એસ.ડી. ફૂલતરીયા અને ટ્રાફિક બ્રાંચમાં જે. જે. હળવદિયાને મુકવામાં આવ્યા છે.