Get The App

કારના દરવાજા તથા જમીનમાં સંતાડેલ દારૂનો જથ્થો પોલીસે શોધી કાઢ્યો, 1.44 લાખની મત્તા જપ્ત

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News


કારના દરવાજા તથા જમીનમાં સંતાડેલ દારૂનો જથ્થો પોલીસે શોધી કાઢ્યો, 1.44 લાખની મત્તા જપ્ત 1 - image

રૂપાપુરા ગામમાં પોલીસે કારના દરવાજા  તથા જમીનમાં સંતાડેલ વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી દારૂનો જથ્થો આપનાર છોટાઉદેપુરના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

નંદેશરી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, રૂપાપુરા ગામના ચંદુ દીપા વાળા ફળિયામાં રહેતો વિનોદ ઉર્ફે રાવડી નટવરસિંહ ગોહિલ તેની કારના દરવાજામાં દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જે કાર તેના ઘર આંગણે પાર્ક છે. જેના આધારે પોલીસે બાતમી મુજબના સ્થળે દરોડો પાડી વિનોદ ગોહિલને ઝડપી પાડ્યો હતો. કારની તલાસી લેતા બોનેટ નીચે એન્જિન પાસે થેલામાં રાખેલ દારૂ નો જથ્થો મળી આવ્યો હતો. તથા કારના દરવાજામાંથી સંતાડેલો દારૂનો જથ્થો તથા આરોપીએ દારૂનો જથ્થો તેના મકાનની નજીક આવેલ ખુલ્લી જમીનમાં દાટ્યો હોવાનું જણાવતા પોલીસે જમીનમાં લોખંડના પીપમાં સંતાડેલ દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. વધુમાં આરોપીએ કબુલાત કરી હતી કે, આ દારૂનો જથ્થો છોટાઉદેપુરથી લાવ્યો હોય આપનારનું નામ ઠામ જાણતો નથી. પોલીસે રૂ. 39,300ની કિંમતના દારૂના 393 નંગ કવોટરીયા , કાર તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1, 44,300નો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો આપનાર છોટાઉદેપુરના શખ્સને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :